રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ11 ફેબ્રુઆરી, 2026| Super Admin

પાટણમાં બી ડિવિઝન પોલીસે ઓવરલોડ અને બેફામ દોડતા 16થી વધુ ડમ્પરો ડિટેઇન કર્યા

પાટણમાં બી ડિવિઝન પોલીસે ઓવરલોડ અને બેફામ દોડતા 16થી વધુ ડમ્પરો ડિટેઇન કર્યા
ડમ્પરોથી થતાં અકસ્માત રોકવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી પાટણ B ડિવિઝન પોલીસે ઓવરલોડ અને બેફામ ગતિએ દોડતા 16થી વધુ ડમ્પરોને ડિટેઇન કર્યા છે. શહેર અને આસપાસના વિસ્તારોમાં અકસ્માતોની વધતી ઘટનાઓને રોકવા માટે પોલીસે આ કડક કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા કેટલાક સમયથી પાટણ શહેરમાં બેફામ ડમ્પરોને કારણે અકસ્માતોમાં નોંધપાત્ર વધારો થયો હતો. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને,પાટણ B ડિવિઝન પોલીસે અકસ્માત નિવારણ માટે વિશેષ ઝુંબેશ શરૂ કરી હતી. પોલીસ ટીમો દ્વારા શહેરના વિવિધ માર્ગો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન, ક્ષમતા કરતાં વધુ માલસામાન ભરીને પસાર થતા 16થી વધુ ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા તમામ ડમ્પરો પાસે જરૂરી દસ્તાવેજો અને ઓવરલોડ અંગે તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ, તેમને પોલીસ મથકે લાવી ડિટેઇન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના પગલે ડમ્પર માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મોટી સંખ્યામાં ડમ્પરો પકડાતા B ડિવિઝન પોલીસ મથક પરિસરમાં ડમ્પરોની લાંબી કતારો જોવા મળી હતી. પોલીસ વિભાગે જણાવ્યું છે કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા અને નાગરિકોના જીવ જોખમમાં મૂકતા વાહનચાલકો સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.હાલમાં, ડિટેઇન કરાયેલા તમામ ડમ્પરો સામે આરટીઓ એક્ટ મુજબ દંડનીય કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.  

સંબંધિત સમાચાર