રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા8 જાન્યુઆરી, 2026| Super Admin

ડીસાના રિસાલા બજારમાં ટ્રાફિકની સમસ્યાથી પ્રજા પરેશાન

ડીસાના રિસાલા બજારમાં ટ્રાફિકની સમસ્યાથી પ્રજા પરેશાન

ડીસા શહેરના મુખ્ય ગણાતા રિસાલા બજાર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી આવતી ટ્રાફિકની ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે સ્થાનિક નાગરિક દ્વારા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧૫૨ હેઠળ 'ત્રાસદાયક બાબત દૂર કરવા' અન્વયે અરજી કરવામાં આવી છે. અરજદાર નૂરઅલી લાલમહંમદ કુરેશીએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે, રિસાલા બજાર એક સાંકડો વિસ્તાર છે અને ત્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. આ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ અને અનેક દુકાનો આવેલી હોવાથી દિવસ દરમિયાન મોટા ભારે વાહનો બજારમાં પ્રવેશે છે. જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ દિવસ દરમિયાન શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં, વગદાર વેપારીઓના કારણે આ વાહનો બેરોકટોક પ્રવેશી રહ્યા છે અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ આડેધડ ટ્રાફિકને કારણે સામાન્ય જનતાને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડે છે.ઇમરજન્સીના સમયે ૧૦૮ એમ્બ્યુલન્સ જેવા વાહનો પણ ટ્રાફિકમાં ફસાઈ જાય છે.​સ્થાનિક પોલીસ અને તંત્રને વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.આ મામલે અરજદારે ડીસા સિટી દક્ષિણ પોલીસ, જિલ્લા પોલીસ વડા અને ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને સામાવાળા તરીકે દર્શાવી કોર્ટ પાસે કલેક્ટરના જાહેરનામાની ચુસ્ત અમલવારી કરાવવામાં આવે, ગેરકાયદેસર રીતે થતા ભારે વાહનોના ટ્રાફિકને દૂર કરવામાં આવે અને જનતાને આ ટ્રાફિકના ત્રાસમાંથી કાયમી મુક્તિ અપાવવા આદેશ કરવામાં આવે.તેવી માંગ કરી છે. હવે જોવાનું એ રહે છે કે  તંત્ર આ દિશામાં કેવા પગલાં ભરે છે ?    

સંબંધિત સમાચાર