રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત12 ડિસેમ્બર, 2025| Super Admin

8.8 ડિગ્રી સાથે રાજ્યમાં નલિયામાં ચાલુ સિઝનનું સૌથી નીચું તાપમાન


રાજ્યના તાપમાનમાં એકથી બે ડિગ્રીની વધઘટ થવાની શક્યતા

(જી.એન.એસ),તા.૧૧

અમદાવાદ

રાજ્યમાં અત્યારે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, હાલમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાઈ રહ્યા છે, જેથી લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ બદલાવ જોવા નહીં મળે. ફક્ત એકથી બે ડિગ્રી સેલ્સિયસ વધઘટ થવાની શક્યતા છે. રાજ્યમાં પહેલીવાર ઠંડીનો પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો છે. 

આ શિયાળાની સિઝનમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું છે. 8.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર રહ્યું છે. તો ઓખા 21.5 ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યું છે. હાલ રાજ્યના તાપમાનમાં એકથી ત્રણ ડિગ્રીની વધ-ઘટ થતાં મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે.

ગઈકાલે નલિયાનું લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ હતું, જે પણ સિઝનનું સૌથી નીચુ તાપમાન હતું. બીજા દિવસે 0.2 ડિગ્રીના ઘટાડા સાથે સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું. જ્યારે અમદાવાદમાં 0.3 ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે 13.1 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.



Source link

સંબંધિત સમાચાર