રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત21 નવેમ્બર, 2025| Super Admin

સેશન્સ કોર્ટે રેનીના જામીન નકારતા તે જામીન અરજી લઈને ગુજરાત હાઇકોર્ટ પહોંચી


ધમકીભર્યા ઈમેઈલ મોકલનાર રેની જામીન માટે હાઈકોર્ટ પહોંચી

કોર્ટે કહ્યું- “તમે થ્રેટ ઈમેઈલ મોકલ્યો હતો, તમારા લીધે કેટલા લોકો હેરાન થયા”; અરજદાર બોલી- “મને પકડ્યા બાદ પણ ઈમેઈલ થયા”

(જી.એન.એસ),તા.૨૧

અમદાવાદ

અમદાવાદમાં બોપલ વિસ્તારમાં આવેલી શાળા, સરખેજમાં આવેલી શાળા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ પ્લેન ક્રેશ વખતે BJ મેડિકલ કોલેજ અને હાઈકોર્ટને બોમ્બ મૂકાયાના થ્રેટ ઇમેઇલ દિવીજ પ્રભાકરના નામથી મળ્યા હતા. સાયબર ક્રાઈમે ઇમેઇલ મોકલનાર રેની જોશિલ્ડા નામની આરોપી યુવતીની ચેન્નઈથી ધરપકડ કરી હતી. તેને કસ્ટડીમાં પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી. અત્યારે રેની જેલમાં છે, ત્યારે તેને ઉપરોક્ત ફરિયાદો પૈકી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ મુકવાની ધમકી, પોલીસ સાથે ઝપાઝપી અને પ્લેન ક્રેશ વખતે BJ મેડિકલ કોલેજને અપાયેલી ધમકીના કેસમાં તેને જામીન મળી ચૂક્યા છે.બોપલની શાળામાં બોમ્બ મૂકવાની ધમકીના અને સરખેજની ફરિયાદમાં સેશન્સ કોર્ટે રેનીના જામીન નકારતા તે જામીન અરજી લઈને ગુજરાત હાઇકોર્ટ પહોંચી છે. જેનીના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તેને અમદાવદામાં નોંધાયેલી અન્ય ફરિયાદોમાં જામીન મળી ગયા છે. ફક્ત સરખેજ અને બોપલ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જામીન મળ્યા નથી. કોર્ટે કહ્યું હતું કે તમે ગુજરાત હાઇકોર્ટને પણ થ્રેટ ઇમેઇલ મોકલ્યો હતો. તમારા કારણે કેટલા લોકો હેરાન થયા. શા માટે સેશન્સ કોર્ટે તમારા જામીન નકાર્યા છે ? અરજદારે જણાવ્યું હતું કે તેના પકડાઈ ગયા બાદ પણ કોર્ટને થ્રેટ ઇમેઇલ મળ્યા છે. જો કે કોર્ટે સરકારી વકીલને સૂચના મેળવીને આ અંગે વધુ કાર્યવાહી મંગળવારે રાખી છે.

સેશન્સ કોર્ટે અરજદારના જામીન ફગાવતા નોંધ્યું હતું કે, તેણીએ લોકોને ભયમાં મૂકી દીધા હતા. તેને કરેલા કૃત્યથી આવી ખરેખરની ધમકી મળે ત્યારે રિસ્પોન્સ સમય ઘટી જાય તેમ છે. ફક્ત ચાર્જશીટ ફાઇલ થવાથી સંજોગો બદલાઈ જતા નથી. નીચલી કોર્ટમાં રેનીના વકીલે રજૂઆત કરી હતી કે તેણે અરેસ્ટ કર્યા પછી પણ તેના નામના ધમકી ભર્યા મેઇલ મળ્યા જ છે. એટલે આ ગુન્હામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે. પરંતુ પોલીએ તેને પકડી ન શકતા, રેનીને પકડીને કોર્ટ સમક્ષ રજુ કરી દેવાઈ છે. રેનીના ઇલેક્ટ્રોનિક ડીવાઈસ પોલીસ પાસે છે. ડાર્ક વેબનો આરોપીઓ કોઈ ઉપયોગ આક્ષેપ પ્રમાણે કર્યો નથી. સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી યુવતી ટેકનોલોજીનું જ્ઞાન ધરાવે છે. તેની સામે ગંભીર ગુન્હો છે. તેને ગુજરાત, દિલ્હી, તમિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે જેવા 11 રાજ્યોમાં થ્રેટ ઇમેઇલ મોકલ્યા હતા. તેને જામીન આપવામાં આવે તો તે આવું કૃત્ય ફરીથી આચરી શકે તેમ છે. વળી ગુજરાત હાઇકોર્ટમાં બોમની ધમકી મળતા હાઇકોર્ટ ખાલી કરાવવી પડી હતી. રેનીના આવા કૃત્યથી વાઘ આવ્યો રે વાઘ આવ્યો તે વાર્તા મુજબનો માહોલ બન્યો છે. ખરેખર જ્યારે બોમ્બ મુકાય ત્યારે તેને કોઈ ગંભીરતાથી લેશે નહીં. આથી આરોપીની જામીન અરજી રદ કરી નાખવી જોઈએ.

આ કેસમાં પોલીસ થિયરી મુજબ યુવતી પોતાની જ કંપનીમાં કામ કરતા એક કર્મચારીના એક તરફ પ્રેમમાં હતી. પરંતુ તેનો પ્રેમી પરિણીત છે. તેને બદનામ કરવા અને તેના છૂટાછેડા કરાવવા યુવતીએ આવી હરકત કરી હતી. યુવતીએ તેના પ્રેમીના નામનું બોગસ ID બનાવી તેને બદનામ કરવા પ્રયત્ન કર્યો હતો. જેથી તેને દેશમાં જુદી જુદી સંસ્થાઓને બોમ્બથી ઉડાડવા ધમકીઓ આપી હતી. ગુજરાત સહિત 11 રાજ્યની પોલીસની ઊંઘ ઉડાડી દેનારી રેની જોશીલ્ડા સામાન્ય પરિવારમાંથી આવતી હોવાનું જાણવા મળ્યું છે. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ઘટનાઓને લઈ ધમકીભર્યા ઈ-મેલ કરનાર રેની વર્ક ફ્રોમ હોમ કરતી હતી. તેનાં માતા શિક્ષિકા છે અને પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. અમદાવાદ સાયબર ક્રાઈમે રેનીને ચેન્નઈથી ઝડપી પાડ્યા બાદ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ગુરુવાર સુધીના રિમાન્ડ આપ્યા છે. ખાસ કરીને 24 જૂને મંગળવારે હાઇકોર્ટને જે ધમકીભર્યો મેઈલ મળ્યો છે એ પણ તેના નામનો છે એટલે હવે પોલીસ તેની અલગ એન્ગલથી તપાસ કરી રહી છે. આ ઇ-મેલ કરવામાં ડાર્કવેબની સર્કિટમાં બીજા લોકો પણ હોવાનું માનવામાં આવે છે.



Source link

સંબંધિત સમાચાર