રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
આંતરરાષ્ટ્રીય23 જુલાઈ, 2025| Super Admin

સત્ય અને શીલ માટે સાધુએ સાહસ કરવું પડે: મોરારિબાપુ; “માનસ મહામંત્ર” સ્વીત્ઝર્લેન્ડ રામ કથા પાંચમા દિવસમાં વિરામ પામી

સત્ય અને શીલ માટે સાધુએ સાહસ કરવું પડે: મોરારિબાપુ; “માનસ મહામંત્ર” સ્વીત્ઝર્લેન્ડ રામ કથા પાંચમા દિવસમાં વિરામ પામી

(તખુભાઈ સાંડસુર દ્વારા)

દાવોસ,

દુનિયાના સૌથી રમણીય દેશ એવા સ્વીઝર્લેન્ડમાં “માનસ મહામંત્ર”રામકથા પુ. મોરારિબાપુના વ્યાસાસને ગવાઈ રહી છે. આજે આ રામકથા પાંચમા દિવસમાં પ્રવેશ કરીને રામ જન્મ સાથે વિરામ પામી.

          પૂ. મોરારિબાપુ એ સુત્રાત્મક વાત કરતા આજે મંત્રોની દિશામાં વધુ એક મંત્ર સાહસ વિશે પોતાનું ચિંતન વ્યક્ત કર્યું. બાપુએ કહ્યું કે  સાધક કે કોઈને બાધક થવું ન જોઈએ. બુદ્ધ પુરુષનું સ્મરણ સાંભળવા કરતા વધુ છે. દરેક વ્યક્તિએ છ વખત ક્રોધ ન કરવો જોઈએ. જાગીને,સૂતી વખતે,ભોજન કરતી વખતે, પૂજા કરતી વખતે,કામ પર જતી વખતે અને કામ પરથી પરત આવતી વખતે. આ સમયને આપણે સાચવી લઈએ તો આપણું ઘર એ શાંતિ પૂર્ણ અને મંદિર બની શકે. સાહસ કબીરે તુલસીએ બુદ્ધે,દયાનંદજીએ બધા જ લોકોએ કર્યું છે.  સાહસ સત્ય અને શીલ માટે સાધુએ પણ કરવું જોઈએ. જ્ઞાનેશ્વરે સિદ્ધિથી સાહસ કરેલ છે. અને નામદેવે ભક્તિથી સાહસ કર્યું છે.સાહસ અધ્યાત્મ જગતનો મહામંત્ર છે. સાહસની પાછળ સાધના હોય છે. સાહસ સહસા ન કરાય અને જલ્દી ન કરવું જોઈએ. વિશ્વાસથી સાહસી લોકો સાહસ કરી શકે. વિશ્વાસનો કોઈ વિકલ્પ નથી,વિશ્વાસ વિશેષ પ્રકારનું જીવન છે.

       આજે કથાના ક્રમમાં બાપુએ પાર્વતીજીની કથા સંભળાવી હતી. દક્ષ કન્યાનું કુંભજ ઋષિના આશ્રમમાં જવું અને રામ બ્રહ્મ છે અને પછી શિવજી પાસે તેના પ્રમાણની માગણી અને આખરે દશરથજીનો પુત્ર કામેષ્ટિ યજ્ઞ અને આ યજ્ઞમાં ત્રણેય મહારાણીઓને પ્રસાદીનું સ્વીકારવું અને આખરે રામ પરબ્રહ્મ, પરમ તત્વના જન્મની આજની કથામાં ગાન કરવામાં આવી હતી.



Source link

સંબંધિત સમાચાર