રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
આંતરરાષ્ટ્રીય11 જુલાઈ, 2025| Super Admin

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાતે ભારતમાં જાપાનના રાજદૂત શ્રીયુત ઓનો કેઈચી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાતે ભારતમાં જાપાનના રાજદૂત શ્રીયુત ઓનો કેઈચી

જાપાનના રાજદૂત ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન ગુરુવારે ધોલેરા SIR તથા અમદાવાદમાં ૧૫૦ જેટલા અગ્રણી ઉદ્યોગ-રોકાણકારો સાથેની બેઠક બાદ મુખ્યમંત્રીશ્રીને

(જી.એન.એસ) તા. 11

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારતમાં જાપાનના રાજદૂત શ્રીયુત ઓનો કેઈચીએ જાપાનના મિનિસ્ટર ઓફ ઇકોનોમિક એન્ડ ડેવલપમેન્ટ સુશ્રી કોયોકો હોકુગો સાથે ગાંધીનગરમાં લીધી હતી.

જાપાનના રાજદૂત ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન ગુરુવારે ધોલેરા SIR તથા અમદાવાદમાં ૧૫૦ જેટલા અગ્રણી ઉદ્યોગ-રોકાણકારો સાથેની બેઠક બાદ મુખ્યમંત્રીશ્રીને શુક્રવારે મળ્યા હતા.

ભારત જાપાન ફ્રેન્ડશીપના ૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે જાપાન ગુજરાત સાથેના સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ કરવા ઈચ્છુક છે. એટલું જ નહિ,  ગુજરાતમાં ૩૫૦થી વધુ જાપાનીઝ કંપનીઝ કાર્યરત છે અને રાજ્ય સરકાર દ્વારા તેમને જે સહયોગ મળી રહ્યો છે તે પણ પ્રશંસનીય છે તેમ શ્રીયુત ઓનો કેઈચીએ જણાવ્યુ હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, જાપાન માટે ગુજરાત સેકન્ડ હોમ છે ગુજરાતમાં બે જાપાન ટાઉનશીપ, જાપાનીઝ રેસ્ટોરન્ટ અને જાપાનીઝ ઉદ્યોગોને સાનુકૂળ વાતાવરણ પૂરું પાડ્યું છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પણ જાપાનની સહભાગીતાનો ઉલ્લેખ કરતા શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદી અને જાપાનના તત્કાલિન વડાપ્રધાન શ્રી શીન્ઝો આબેની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ઈન્ડો-જાપાન એન્યુઅલ સમિટ 2017 દરમિયાન થયેલા સમગ્ર MOU ફળીભુત થયા છે.

જાપાનના રાજદૂતે ખાસ કરીને ધોલેરા SIRમાં સેમીકોન ઇન્ડસ્ટ્રીઝના વિકાસની ભૂમિકા આપતા કહ્યું કે, સેમિકન્ડક્ટર ક્ષેત્રે જાપાનની  નિપૂણતાનો ગુજરાતને લાભ મળે તેવી તેમની નેમ છે.

જાપાનની ઘણી સેમીકોન કંપની ધોલેરામાં રોકાણો માટે ઉત્સુક છે તે માટે ગુજરાત સરકાર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને માનવ સંસાધન વિકાસ માટેની સુવિધાઓ વધુ સંગીન બનાવે તેવો અનુરોધ તેમણે મુખ્યમંત્રીશ્રીને કર્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર સેમિકન્ડક્ટર સેક્ટરને વિશેષ અગ્રતા આપે છે. એટલું જ નહીં, નિશ્ચિત સમયાવધિમાં જરૂરી બધી જ વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ પૂરી પાડવાના સંકલ્પ સાથે કામ કરી રહી છે.

જાપાનના રાજદૂતે સેમિકન્ડક્ટર સેક્ટરમાં શ્રેષ્ઠ ઇકો સિસ્ટમ કઈ રીતે ઊભી થઈ શકે તે માટે જાપાનની મિઝુહો બેન્ક દ્વારા ધોલેરા અને જાપાનના સેમીકોન પાર્કમાં સર્વે કરવામાં આવી રહ્યો છે તેની પણ વિગતો આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ સર્વેમાં રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના સહયોગની તત્પરતા વ્યક્ત કરતા ઉમેર્યું કે, સેમીકોન ઇન્ડસ્ટ્રીઝના ઉજ્જવળ ભવિષ્ય અને ગુજરાતને સેમિકન્ડકટર હબ બનાવવામાં આ સર્વે  ઉપયુક્ત બનશે.

જાપાન રાજદૂત શ્રીયુત કેઈચીએ ગુજરાતમાં EV ઉત્પાદન માટે જાપાનની કંપનીઝની ઉત્સુકતા દર્શાવવા સાથે અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેઈલ કોરીડોર-બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પણ પરસ્પર સહકારથી વધુ ગતિ લાવવાની હિમાયત આ બેઠકમાં કરી હતી.

તેમણે જાપાન-ભારત-ગુજરાતના સંબંધોનો સેતુ વાણિજ્ય-ઔદ્યોગિક અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનથી વધુ મજબુત કરવાની નેમ પણ દર્શાવી હતી.

આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, ઉદ્યોગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ અને ગુજરાતમાં જાપાનના ઓનરરી કાઉન્સેલ શ્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.



Source link

સંબંધિત સમાચાર