રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
ગુજરાત21 જૂન, 2025| Super Admin

ગુજરાતભરમાં તા. ૨૧ જૂન (આજ)થી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

ગુજરાતભરમાં તા. ૨૧ જૂન (આજ)થી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

ટેકાના ભાવે ઉનાળુ મગના વેચાણ માટે રાજ્યના ૨૩,૪૦૦ થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી

(જી.એન.એસ) તા. 20

ગાંધીનગર,

ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે મગ પાક માટે ટેકાનો ભાવ રૂ. ૮,૬૮૨ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાતમાં ઉનાળુ મગનું કુલ વાવેતર ૫૬  હજાર હેક્ટરમાં થયું હતું. ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત રાજ્ય નોડલ એજન્સીઓ દ્વારા નોંધણી કરાવેલા ખેડૂતો પાસેથી ૯૩ જેટલા ખરીદ કેન્દ્રો પરથી તા. ૨૧ જૂનથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે.

ટેકાના ભાવે ઉનાળુ મગના વેચાણ માટે નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર રાજ્યના કુલ ૨૩,૪૮૮ ખેડૂતોએ નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા તમામ ખેડૂતોને SMS મારફતે જાણ કરવામાં આવશે. તે પ્રમાણે નિયત કરવામાં આવેલા ખરીદી કેન્દ્ર ખાતે ખેડૂતોએ પોતાની જણસી સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. ખેડૂતો પાસેથી આવતીકાલ તા. ૨૧ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અનિવાર્ય સંજોગોના કારણે તા. ૧૪ જૂને મોકુફ રખાયેલી ઉનાળુ માગના ટેકાના ભાવની ખરીદી આવતીકાલ તા.૨૧ જૂનથી શરૂ થશે.



Source link

સંબંધિત સમાચાર