રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
અરવલ્લી4 જુલાઈ, 2026| Super Admin

અરવલ્લી એલસીબીની ફિલ્મી ઢબે કાર્યવાહી: શામળાજી નજીક ₹૯.૭૩ લાખનો દારૂ ઝડપાયો

અરવલ્લી એલસીબીની ફિલ્મી ઢબે કાર્યવાહી: શામળાજી નજીક ₹૯.૭૩ લાખનો દારૂ ઝડપાયો

અરવલ્લી જિલ્લામાં  ગેરકાયદેસર પ્રોહિબિશન અને નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.  જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક  મનોહરસિંહ એન. જાડેજાની સૂચના હેઠળ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂ. ૪,૭૩,૨૮૦/- ની કિંમતનો વિદેશી દારૂ અને ઈકો ગાડી મળી કુલ રૂ. ૯,૭૩,૨૮૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી એક ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.

એલ.સી.બી. પોલીસ ઇન્સપેકટર  એમ.એચ. ઝાલાના નેતૃત્વમાં પીએસઆઈ શ્રી વી.ડી. વાઘેલા, પીએસઆઈ  પી.પી. સોલંકી અને એલ.સી.બી. ટીમ શામળાજી વિસ્તારમાં પ્રોહીબિશન લગત પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન રતનપુર (રાજસ્થાન) તરફથી આવતી એક શંકાસ્પદ સફેદ કલરની મારૂતી ઈકો ગાડીને પોલીસે રોકવાનો ઈશારો કર્યો હતો. પરંતુ, ચાલકે ગાડી ઉભી રાખવાને બદલે પૂરઝડપે અને ગફલતભરી રીતે શામળાજી આશ્રમ તરફ ભગાડી મૂકી હતી. પોલીસ ટીમે તુરંત જ આ ગાડીનો પીછો શરૂ કર્યો હતો. 

પોલીસને પાછળ આવતી જોઈ ચાલકે ગાડી નાપડા કંપા સ્ટેન્ડ નજીક, શામળાજીથી હિંમતનગર તરફ જતા નેશનલ હાઈ-વે રોડની સાઈડમાં ઉભી રાખી દીધી હતી. અને ગાડીનો ચાલક તેમજ તેની બાજુમાં બેઠેલો અન્ય એક ઇસમ અંધારાનો લાભ લઈ ખેતરો તરફ ભાગી છૂટ્યા હતા. પોલીસે બિનવારસી હાલતમાં પડેલી મારૂતી ઈકો ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ ૩૧ પેટીઓ મળી આવી હતી, જેમાં કુલ ૧,૦૬૮ નંગ બોટલ/ટીન (કિંમત રૂ. ૪,૭૩,૨૮૦/-) અને રૂ. ૫,૦૦,૦૦૦/- ની કિંમતની ઈકો ગાડી મળી કુલ રૂ. ૯,૭૩,૨૮૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે શામળાજી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ફરાર થયેલા બંને અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ટેગ્સ:#Aravalli#Liquor Worth

સંબંધિત સમાચાર