રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા2 મે, 2025| Super Admin

જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
જિલ્લા અમલીકરણ સમિતિ દ્વારા કુલ ૪,૮૦૪ કામોને આપવામાં આવી મંજૂરી; બનાસકાંઠા જિલ્લામાં "સુજલામ સુફલામ્ જળ અભિયાન - કેચ ધ રેઇન ૨.૦ - ૨૦૨૫" અંતર્ગત કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે મહત્વપૂર્ણ જિલ્લા સ્તરની બેઠકનું આયોજન જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કરાયું હતું. બેઠકમાં જિલ્લાના તમામ ધારાસભ્યઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ તથા અમલીકરણ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જિલ્લા અમલીકરણ સમિતિ દ્વારા વિવિધ વિભાગોની ભલામણ મુજબ કુલ ૪,૮૦૪ કામોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ગ્રામ વિકાસ એજન્સીના ૨,૯૬૦, વન વિભાગના ૫૧, વોટર સેડ વિભાગના ૪, સ.સ.ન.નિ.લી.ના ૧૧, નગરપાલિકાના ૮૦, જળસંપત્તિ વિભાગના ૧,૩૭૦ અને પાણી પુરવઠા વિભાગના ૩૨૮ કામોનો સમાવેશ થાય છે. બેઠકમાં જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, “જળ સંરક્ષણ આજની તાતી જરૂરિયાત છે. ભવિષ્યમાં પાણીની સમસ્યાઓ ટાળવા માટે આજે જ સજાગ થવાની જરૂર છે. દરેક ગ્રામ પંચાયત, નગરપાલિકા અને સરકારી વિભાગે સુજલામ સુફલામ અભિયાનના ભાગરૂપે કાર્યક્ષમ અમલ કરી એકરૂપતા અને સમન્વય સાથે કામ કરવું જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ અભિયાન માત્ર સરકારી કામગીરી પૂરતું જ નહીં પરંતુ સમાજના તમામ વર્ગના લોકોની સહભાગિતાથી જ સફળ બની શકે છે. ગ્રામજનો, NGO, અને સ્થાનિક સંસ્થાઓએ પણ આ કાર્યમાં સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ. તેમણે આ અભિયાન હેઠળના તમામ મંજૂર કામો સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય એ બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

સંબંધિત સમાચાર