રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત28 જૂન, 2025| Super Admin

ગાંધીનગર ખાતે અમિત શાહની અધિકારીઓ સાથે બેઠક યોજી : યોજનાઓની કામગીરી પૂરી કરવા તાકીદ

ગાંધીનગર ખાતે અમિત શાહની અધિકારીઓ સાથે બેઠક યોજી : યોજનાઓની કામગીરી પૂરી કરવા તાકીદ
આયુષ્યમાનર્ડ, વૃક્ષારોપણ, તળાવનું ઇન્ટરલિંકિંગ સહિતના કામોમાં આંકડાકીય માયાજાળને બદલે નક્કર કામગીરી કરવા ટકોર કરી:એ.સી.હોલમાં અમુક અધિકારીઓને પરસેવો વળી ઞયો
28 ગઈકાલે ગાંધીનગર ખાતે યોજાયેલ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠકમાં કેન્દ્રના ગૃહ રાજ્ય મંત્રી અમિતભાઈ શાહ દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજના અંગે માહિતી મેળવી હતી તેમાં અમુક અધિકારીઓએ આંકડાકીય માયાજાળ અને લાભાર્થીઓ આવતા ન હોવાનું બહાનું કાઢતા ગૃહ રાજ્યમંત્રી રિતસરના બગડયા હતા અને અધિકારીઓને તાત્કાલિક કામો પૂરા કરવા તાકીદ કરી હતી. નાગરિકો માટે મહત્વની યોજના છે તે આયુષ્યમાન કાર્ડનું કામ હજુ કેટલું બાકી છે તેવું પૂછતા તે વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે હજુ 10% બાકી છે,કેમ પૂરું નથી થયું તેવું અમિતભાઈ એ પૂછતા અધિકારીઓએ જવાબ આપ્યો હતો કે લાભાર્થીઓ આવતા નથી ત્યારે અમિતભાઈએ અધિકારીઓને સ્પષ્ટ કહ્યું હતું કે લાભાર્થીઓ ન આવે તો તેમના ઘરે જઈ સંપર્ક કરી કાર્ડ કાઢી આપવું અને તેઓ ના પાડે તો તેમનો લેખિત જવાબ લેવા પણ સૂચના આપી હતી. વૃક્ષારોપણ બાબતે તેમણે પૂછતા અધિકારીઓએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા. એક લાખ વૃક્ષો વાવવાના ટાર્ગેટ સામે કેટલા વૃક્ષો વાવ્યા તેની માહિતી માંગી હતી. તેમજ આ ટાર્ગેટ કેમ પૂરો કરશો તે અંગે પણ પૂછપરછ કરી હતી. ચોમાસા પહેલા રાજ્યમાં તળાવોના ઇન્ટર લિન્કિંગની કામગીરી વિશે પૂછતા ઉપસ્થિત અધિકારીઓએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવેલ માહિતીઓ રજૂ કરી હતી. તેમાં અમિતભાઈ ગુસ્સે થયા હતા અને કહ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંકડાઓની માયાજાળ આપવામાં આવી છે તેની ખરાઈ કરી છે કે નહીં અને ખરેખર કેટલા તળાવો એકબીજા સાથે લિંક થયા છે તેની તપાસ કરી છે કે નહીં આ બાબતે ઉપસ્થિત અધિકારીઓ યોગ્ય જવાબ આપી શક્યા નહોતા તેમણે અધિકારીઓને ટકોર કરી જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન આ તળાવો કેવી રીતે ઓવર ફ્લોપ થશે તેમની નક્કર માહિતી આપવા કહ્યું હતું. આ બેઠકમાં એસી હોલમાં પણ અમુક અધિકારીઓને પરસેવો વળી ગયો હતો અમિતભાઈએ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આંકડાકીય માહિતીઓની માયાજાળને બદલે નક્કર કામગીરી કરવા કડક સુચના આપી હતી.

સંબંધિત સમાચાર