રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય8 ફેબ્રુઆરી, 2025| Super Admin

અમેરિકન ફલાઇટ અલાસ્કા જતી વખતે અકસ્માતનો ભોગ બન્યું, 10 લોકોના મોત

અમેરિકન ફલાઇટ અલાસ્કા જતી વખતે અકસ્માતનો ભોગ બન્યું, 10 લોકોના મોત
અમેરિકાના પશ્ચિમ અલાસ્કાના નોમ શહેરમાં જતી વખતે ગુમ થયેલા વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. વિમાન દરિયાઈ બરફ પર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 10 લોકોના મોત થયા હતા. માહિતી આપતાં, યુએસ કોસ્ટ ગાર્ડના પ્રવક્તા માઇક સાલેર્નોએ જણાવ્યું હતું કે બચાવ ટીમને કાટમાળ મળી આવ્યો છે. હેલિકોપ્ટરમાંથી વિમાનનો કાટમાળ દેખાયા બાદ, બચાવ ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. બચાવકર્તાઓને જાણવા મળ્યું કે વિમાનમાં સવાર બધા જ લોકો મૃત્યુ પામ્યા હતા. વિમાનનો કાટમાળ મળ્યો અલાસ્કા ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટી અનુસાર, બેરિંગ એર સિંગલ-એન્જિન ટર્બોપ્રોપ પ્લેન ઉનાલકલીટથી નવ મુસાફરો અને એક પાઇલટ સાથે ઉડાન ભરી હતી. અલાસ્કાના પશ્ચિમી મુખ્ય શહેર નોમ નજીક વિમાનનો સંપર્ક તૂટી ગયો. કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે તે નોમથી 30 માઇલ (48 કિલોમીટર) દક્ષિણપૂર્વમાં ગુમ થયું હતું. આ પછી, બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું અને થોડા કલાકો પછી તેમને વિમાનનો કાટમાળ મળ્યો હતો.

સંબંધિત સમાચાર