કેન્દ્ર સરકારે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં દિલ્હીમાં કંઈ નવાજૂની કરવાની તૈયારી શરૂ કરી હોવાનો રિપોર્ટ સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપે પોતાના તમામ સાંસદોને ૬ અને ૭ સપ્ટેમ્બરે દિલ્હીમાં જ હાજર રહેવાના આદેશ આપ્યા છે. આ દરમિયાન સાંસદો સાથે પાર્ટીના સંગઠનાત્મક મુદ્દાઓ અને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી પર ચર્ચા થવાની સંભાવના છે. ૯મી સપ્ટેમ્બર ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પણ યોજાવાની છે અને આ ચૂંટણીમાં સાંસદો મતદાન કરવાના છે, ત્યારે તે પહેલા તમામ પક્ષો પોતાના સાંસદો માટે વ્હિપ જાહેર કરે છે. દિલ્હીમાં ભાજપ સાંસદો માટે બે દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભાજપે પોતાના તમામ સાંસદોને ૬ અને ૭મી સપ્ટેમ્બરે દિલ્હીમાં ફરજિયાત હાજર રહેવાના નિર્દેશ આપ્યા છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે, બે દિવસ યોજાનારા કાર્યક્રમો અને બેઠકોમાં સાંસદોને ફરજિયાત ઉપસ્થિત રહેવા ભારપૂર્વક કહેવાયું છે. આ બે દિવસના વર્કશોપમાં પાર્ટી સંબંધી અનેક કાર્યક્રમો યોજાશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સાંસદોને સંબોધિત કરે તેવી સંભાવના છે. સપ્ટેમ્બરમાં ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની હોવાથી એનડીએ અને ઇન્ડિયા ગઠબંધને તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ચૂંટણી માટે ૭ ઓગસ્ટે જાહેરનામું બહાર પડાયું હતું. ત્યારબાદ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ ૨૧ ઓગસ્ટ, ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૨૫ ઓગસ્ટ અને મતદાન તારીખ ૯ સપ્ટેમ્બરે યોજાશે. જ્યારે પરિણામ પણ ૯ સપ્ટેમ્બરે મતદાન પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે તાજેતરમાં તેમના પદ પરથી રાજીનામું આપ્યા બાદ આ પદ ખાલી પડ્યું છે. આ ચૂંટણીમાં સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) ના સભ્યો મતદાન કરશે, જેમાં કુલ ૭૮૮ સભ્યોનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રીય13 ઑગસ્ટ, 2025
ભાજપના તમામ સાંસદોને ૬-૭ સપ્ટેમ્બરે દિલ્હીમાં હાજર રહેવા આદેશ : નવાજૂનીના એંધાણ

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયમુસાફરો ભરેલી બસ કાબુ ગુમાવ્યો, પુલ તોડી નીચે પડી
1 કલાક પહેલા
રાષ્ટ્રીયકોલકાતાથી શાંઘાઈ, ચીન, ઈન્ડિગો અને એર ઈન્ડિયાની સીધી ફ્લાઇટ્સ સેવા શરૂ
3 કલાક પહેલા
રાષ્ટ્રીયકોંગ્રેસના બ્લોક પ્રમુખની હત્યા, બાઇક સવાર હુમલાખોરોએ કુહાડીથી હુમલો કર્યો
7 કલાક પહેલા
રાષ્ટ્રીયઈરાન સંકટ વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, ઘરેલુ ઉપયોગ માટે કેરોસીન ઉપલબ્ધ થશે
7 કલાક પહેલા
