રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રમતગમત22 જૂન, 2026| Super Admin

ODI શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યા બાદ, અફઘાન ટીમ માટે ખરાબ સમાચાર

ODI શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યા બાદ, અફઘાન ટીમ માટે ખરાબ સમાચાર

ભારતની ધરતી પર રમાયેલી ODI શ્રેણીમાં અફઘાનિસ્તાનની ટીમ ટીમ ઈન્ડિયા સામે એક પણ જીત નોંધાવી શકી નથી. ચેન્નાઈમાં ભારત સામેની ત્રીજી ODIમાં અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ શાનદાર સદી ફટકારી હતી, પરંતુ તે પોતાની ટીમને જીત તરફ દોરી શક્યો ન હતો. હવે આ કારમી હાર બાદ કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીને મોટો ઝટકો લાગ્યો છે. મેચ દરમિયાન કેપ્ટન શાહિદીએ આચારસંહિતાના ઉલ્લંઘનનો ગુનો મોંઘો પડ્યો અને હવે ICCએ તેની સામે કડક કાર્યવાહી કરી છે. ICCએ અફઘાનિસ્તાનના કેપ્ટનને સત્તાવાર રીતે ઠપકો આપ્યો છે અને તેના શિસ્તભંગના રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેર્યો છે. છેલ્લા 24 મહિનામાં આ તેનો પહેલો ગુનો માનવામાં આવી રહ્યો છે.  શાહિદી પર ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ વનડે દરમિયાન, ઇરાદાપૂર્વક અથવા ટાળી શકાય તેવી રીતે બેટ્સમેન દ્વારા પિચને નુકસાન પહોંચાડવા સંબંધિત ખેલાડીઓ અને ખેલાડી સપોર્ટ કર્મચારી (COPS) માટે ICC આચારસંહિતાનો ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

મેચ દરમિયાન, શાહિદીને બેટિંગ કરતી વખતે પીચ પર દોડવા બદલ બે બિનસત્તાવાર ચેતવણી આપવામાં આવી હતી. ત્યારબાદ તેને અફઘાનિસ્તાનની ઇનિંગ્સની 31મી ઓવરમાં સત્તાવાર ચેતવણી મળી હતી. જોકે, તેણે 40મી ઓવરમાં પીચની પેલે પાર દોડીને એ જ ભૂલનું પુનરાવર્તન કર્યું. વારંવાર ચેતવણી આપવા છતાં નિયમોનું પાલન ન કરવા બદલ અફઘાનિસ્તાનને પાંચ રનનો દંડ ફટકારવામાં આવ્યો હતો. 
હશમતુલ્લાહ શાહિદીએ પોતાની ભૂલ સ્વીકારી અને ICC એલીટ પેનલ મેચ રેફરી રંજન મદુગલે દ્વારા પ્રસ્તાવિત દંડ સ્વીકાર્યો. તેથી ઔપચારિક સુનાવણીની જરૂર નહોતી. આ આરોપ ઓન-ફિલ્ડ અમ્પાયર ક્રિસ ગેફની અને રોહન પંડિત, થર્ડ અમ્પાયર રિચાર્ડ ઇલિંગવર્થ અને ફોર્થ અમ્પાયર વીરેન્દ્ર શર્મા દ્વારા નોંધવામાં આવ્યો હતો. ICCના નિયમો અનુસાર, લેવલ 1 ના ઉલ્લંઘન પર સત્તાવાર ઠપકો, ખેલાડીની મેચ ફીના 50 ટકા સુધીનો દંડ અને એક કે બે ડિમેરિટ પોઈન્ટની જોગવાઈ છે.

સંબંધિત સમાચાર