રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા27 એપ્રિલ, 2026| Super Admin

ડીસા-મુડેઠા માર્ગ પર અકસ્માત: ડાયવર્ઝન પર કાર અને બાઈક વચ્ચે ટક્કર, એક ઈજાગ્રસ્ત

ડીસા-મુડેઠા માર્ગ પર અકસ્માત: ડાયવર્ઝન પર કાર અને બાઈક વચ્ચે ટક્કર, એક ઈજાગ્રસ્ત

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ડીસા તાલુકાના મુડેઠા ગામ પાસે સ્વીફ્ટ કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક પર સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત રતનપુરાથી ખોડલા સુધીના નેશનલ હાઈવે પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અપાયેલા ડાયવર્ઝન માર્ગ પર થયો હતો. એક તરફના રોડના નવીનીકરણ કામને કારણે માર્ગ બંધ કરાયો છે, જેના કારણે ડાયવર્ઝન વાળા માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે. 

અકસ્માત બાદ બાઈક ચાલક અને પાછળ બેઠેલ મુસાફર ફંગોળાઈને નીચે પટકાયા હતા, જેથી તેમને વધુ ઈજાઓ થઈ હતી. ઘટનાને પગલે નેશનલ હાઈવે નંબર 27 પર લગભગ 30 મિનિટ સુધી એક તરફના માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ ભીલડી પોલીસ ટીમ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત બંને વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિકને ખુલ્લો કર્યો હતો. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

સંબંધિત સમાચાર