રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ5 સપ્ટેમ્બર, 2025| Super Admin

પાટણમાં મુસ્લિમ બિરાદરોની વિશાળ ઉપસ્થિતિમાં ઈદે મીલાદુન્નબી પર જુલુસ નિકળ્યું

પાટણમાં મુસ્લિમ બિરાદરોની વિશાળ ઉપસ્થિતિમાં ઈદે મીલાદુન્નબી પર જુલુસ નિકળ્યું
મુસ્લિમ બિરાદરો ઠેર-ઠેર ન્યાઝ પ્રસાદીનું વિતરણ કર્યું; પાટણ શહેર અને જિલ્લામાં ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મુહમ્મદ મુસ્તુફા સાહેબના જન્મદિન ઇદે મિલાદુન્નબીની શુક્રવારે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી મસ્જિદોમાં સલાતો-સલામ અને મિલાદ શરીફનો ગુંજરાવ થયો હતો. શહેરના ઇકબાલચોક યંગ કમિટી દ્વારા આયોજિત જુલુસમાં બોકરવાડા, ટાંકવાડા અને કાજીવાડાના જૂલુસ પણ જોડાયા હતા. જુલુસ ટાંકવાડા ચાર રસ્તા, મુલ્લાવાડ, લોટેશ્વર ચોક, પીંડારીયાવાડા,પીંજારકોટ, હજરત ગંજશહીદપીરની દરગાહ, બુકડી અને પાંચપાડા માર્ગે ફર્યું હતું.જુલુસમાં ગુબદેખિજરા અને મસ્જિદે નબવીની પ્રતિકૃતિઓ સામેલ હતી. નાના બાળકો ઊંટલારીઓ પર સવાર થઈ ઝંડા ફરકાવતા જોવા મળ્યા હતા. માર્ગ પર ઠેર-ઠેર ન્યાઝ પ્રસાદીનું વિતરણ કરાયું હતું. હિન્દુ-મુસ્લિમ અંકિદતમંદોએ ગુંબદે ખિજરા પર પુષ્પવર્ષા કરી હતી. દાઉદ કાઝીએ ઇદે મિલાદુન્નબીના જૂલુસનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે દરેક મુસ્લિમ બિરાદરને જોડાવા આહ્વાન કર્યું.કાર્યક્રમના અંતે મૌલાના જલાલુદ્દીન હસ્મતીએ સૌ મુસ્લિમ બિરાદરો ને દુઆ કરાવી હતી.

સંબંધિત સમાચાર