રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
ગુજરાત22 નવેમ્બર, 2025| Super Admin

રાજ્યમાં 6 નવી DEO કચેરીને મંજૂરી – Gujarati GNS News


સુરત, રાજકોટ, ગાંધીનગર, વડોદરામાં ગ્રામ્ય DEO મળશે

અમદાવાદ શહેર, અંજાર-ભૂજમાં કચેરીનું વિભાજન

(જી.એન.એસ),તા.૨૧

અમદાવાદ

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓના વિભાજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર, સુરત, રાજકોટ, ગાંધીનગર, વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓના વિભાજનને મંજૂરી આપી છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. તેમજ રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને સુરતને શહેર અને ગ્રામ્ય એમ બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ જિલ્લાને બે ભાગમાં વિભાજન કરીને અંજાર પૂર્વ અને કચ્છ – ભુજમાં પશ્ચિમ DEO કચેરીને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ખૂબ વધારો થયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા શહેરોમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્કૂલોની સંખ્યા વધી ગઈ હતી. જેના કારણે મોટા શહેરોમાં આવેલી વર્તમાન જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ પર કામનું ભારણ વધી જતું હતું. વર્તમાન જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ પર કામનું ભારણ વધવાના કારણે ઘણી ફાઇલો પેન્ડિંગ રહેતી હતી. જેથી શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ વિભાગમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓના વિભાજન માટે રજુઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને પગલે શિક્ષણ વિભાગ દ્વારા 6 નવી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને મંજૂરી આપવામાં આવી છે.

કચ્છ સૌથી મોટો જિલ્લો હોવાથી એક જ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હતી. જેથી શાળા સંચાલકોએ અને ધક્કા ખાવા પડી રહ્યા હતા. જેથી હવે કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું વિભાજન કરવામાં આવ્યું છે. અંજારમાં પૂર્વ DEO કચેરી અને કચ્છ-ભુજમાં પશ્ચિમ DEO કચેરીને મંજૂરી આપવામાં આવી છે. જેમાં પૂર્વ વિસ્તાર અંજારમાં 258 શાળાઓને અને પશ્ચિમ વિસ્તાર કચ્છ-ભુજમાં 329 સ્કૂલ રાખવામાં આવી છે. કચેરીનું વિભાજન થતા નવી કચેરીઓનું મહેકમ પણ મંજૂર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરની કચેરીનું પણ પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ શહેર પૂર્વ DEO કચેરીમાં 1242 સ્કૂલ અને અમદાવાદ શહેર પશ્ચિમ DEO કચેરીમાં 650 સ્કૂલ રાખવામાં આવી છે. શાળા સંચાલકોની માંગ હતી કે પૂર્વ વિસ્તારમાં અલગ DEO કચેરી બનાવવામાં આવે. જેથી શાળાઓ સંચાલકોને દૂર સુધી જવું ન પડે. પરંતુ વસ્ત્રાપુરમાં આવેલા બહુમાળી ભવનમાં બી બ્લોકમાં શહેર પૂર્વ DEO કચેરીને વૈકલ્પિક બેઠક વ્યવસ્થા આપવામાં આવશે.

વડોદરા ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને મંજૂરી આપવામાં આવી છે. જેમાં કુલ 1018 સ્કૂલમાંથી વડોદરા ગ્રામ્ય DEO કચેરીમાં 298 સ્કૂલ અને વડોદરા શહેર DEO કચેરીમાં 720 સ્કૂલને રાખવામાં આવી છે. જેમાં વડોદરા ગ્રામ્ય DEO કચેરી માટે કારેલીબાગમાં આવેલા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં વૈકલ્પિક બેઠક વ્યવસ્થાનું સ્થળ નક્કી કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને પણ ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં વિભાજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ 445 સ્કૂલમાંથી ગ્રામ્ય DEO કચેરીમાં 271 સ્કૂલ અને શહેર DEO કચેરીમાં 174 સ્કૂલ રાખવામાં આવી છે. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીનું વિભાજન કરી શહેર અને ગ્રામ્ય એમ બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ 1551 સ્કૂલમાંથી ગ્રામ્ય DEO કચેરીમાં 590 સ્કૂલ અને શહેર DEO કચેરીમાં 961સ્કૂલ રાખવામાં આવી છે. સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું પણ શહેર અને ગ્રામ્ય એમ બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ 1779 સ્કૂલમાંથી ગ્રામ્ય વિસ્તાર/ પૂર્વ વિસ્તાર DEO કચેરીમાં 378 સ્કૂલ અને શહેર વિસ્તાર/ પશ્ચિમ DEO કચેરીમાં 1401 સ્કૂલ રાખવામાં આવી છે. જેમાં નવી DEO કચેરીને અઠવાલાઈન્સમાં આવેલા જિલ્લા સેવા સદન – 2માં એ બ્લૉકમાં ત્રીજા માળે વૈકલ્પિક બેઠક વ્યવસ્થા આપવામાં આવી છે.



Source link

સંબંધિત સમાચાર