રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાષ્ટ્રીય23 જુલાઈ, 2025| Super Admin

બિહારમાં મતદાર યાદીમાંથી 52 લાખ મતદારોના નામ રદ થશે : ચૂંટણી પંચ

બિહારમાં મતદાર યાદીમાંથી 52 લાખ મતદારોના નામ રદ થશે : ચૂંટણી પંચ

બિહારમાં ચાલી રહેલા ખાસ સઘન સુધારા (SIRહેઠળબાવન લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્‍યા હોવાનું માનવામાં આવે છે. ચૂંટણી પંચે એસઆઇઆરના નવીનતમ આંકડા જાહેર કર્યા છે. પંચે ૫૨.૩૦ લાખ મતદારોની યાદી શેર કરી છેજેઓ મળત્‍યુ પામ્‍યા છે અથવા કાયમી રીતે સ્‍થળાંતર કરી ચૂકયા છે અથવા અનેક સ્‍થળોએ નોંધાયેલા છે. જેમાં ૧૮.૬૬ લાખ મતદારો મળત્‍યુ પામ્‍યા હોવાનું જાણવા મળે છે.૨૬ લાખથી વધુ આવા મતદારો છે જેઓ બીજી જગ્‍યાએ સ્‍થળાંતરિત થયા છે. ૭.૫૦લાખ આવા મતદારો છે જે એક કરતાં વધુ સ્‍થળોએ નોંધાયેલા છે. ૧૧ હજાર ૪૮૪ આવા મતદારો છે. જેમનું કોઈ સરનામું નથી. એવા મતદારોની કુલ સંખ્‍યા ૬.૬૨ ટકા છે જે તેમના સરનામા પર મળ્‍યા નથી.

૨૪ જૂન, ૨૦૨૫ સુધીમાં, કુલ મતદારો ૭,૮૯,૬૯,૮૪૪ માંથી ૯૦ ટકાથી વધુ મતગણતરી પત્રો પ્રાપ્ત થયા છે. જેમની સંખ્‍યા ૭,૧૬,૦૪૧૦૨ છે, જ્‍યારે ૯૦.૩૭ ટકા એટલે કે ૭,૧૩,૬૫,૪૬૦ સુધારણા ફોર્મ ઓનલાઈન સબમિટ કરવામાં આવ્‍યા છે. ફક્‍ત ૨.૭૦ ટકા લોકોના ફોર્મ સબમિટ કરવામાં આવ્‍યા નથી. કુલ ૯૭.૩૦ ટકા મતદારોને એસઆઇઆર માં આવરી લેવામાં આવ્‍યા છે.બિહારમાં ૧ ઓગસ્‍ટ, ના રોજ પ્રકાશિત થનારી ડ્રાફ્‌ટ મતદાર યાદીમાં બધા લાયક મતદારોનો સમાવેશ થાય તે કરવા માટે પ્રયાસો વધુ તીવ્ર બનાવવામાં આવ્‍યા છે. બિહારના તમામ ૧૨ મુખ્‍ય રાજકીય પક્ષોના જિલ્લા પ્રમુખો દ્વારા નિયુક્‍ત કરાયેલા લગભગ ૧ લાખ બીએલએ ૪ લાખ સ્‍વયંસેવકો અને ૧.૫ લાખ બીએલએ સહિત સમગ્ર ચૂંટણી તંત્ર તે મતદારોને શોધવા માટે સાથે મળીને કામ કરી રહ્યું છે. જેમણે હજુ સુધી તેમના ગણતરી ફોર્મ (ઇએફ) સબમિટ કર્યા નથી અથવા તેમના સરનામાં પર મળ્‍યા નથી.

   

સંબંધિત સમાચાર