રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
આંતરરાષ્ટ્રીય23 માર્ચ, 2025| Super Admin

28 એપ્રિલ 2025ના રોજ કેનેડામાં સ્નૈપ ચૂંટણી યોજાશે: વડાપ્રધાન માર્ક કાર્ની

28 એપ્રિલ 2025ના રોજ કેનેડામાં સ્નૈપ ચૂંટણી યોજાશે: વડાપ્રધાન માર્ક કાર્ની

(જી.એન.એસ) તા. 24

ટોરોન્ટો/ઑન્ટારિઓ,

કેનેડામાં વૈશ્વિક ઉથલ-પાથલ વચ્ચે વડાપ્રધાન માર્ક કાર્નીએ અચાનક જાહેરાત કરી હતી કે આગામી મહિને એટલે કે 28 એપ્રિલ 2025 ના રોજ દેશમાં સ્નેપ ચૂંટણી યોજાશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેનેડીયન વડાપ્રધાન ની આ જાહેરાત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગૂ કરાયેલી ‘અયોગ્ય’ ટેરિફના જવાબમાં છે જે કેનેડાની અર્થવ્યવસ્થા માટે ખતરો બની ગઈ છે.

આમ તો કેનેડામાં સામાન્ય ચૂંટણી 20 ઓક્ટોબર પહેલા નહોતી થવાની, પરંતુ વડાપ્રધાન કાર્નીએ પોતાની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. તેઓ લિબરલ પાર્ટીના નેતા છે અને એક મહિના પહેલા જ વડાપ્રધાન પદ પર પદભાર ગ્રહણ કર્યો છે. તેમણે જસ્ટિન ટ્રૂડોના રાજીનામા બાદ વડાપ્રધાન પદના શપથ લીધા.

વડાપ્રધાન માર્ક કાર્નીએ મીડિયા સૂત્રો થકી કહ્યું હતું કે, અમે પોતાના જીવનકાળના સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યા છીએ, જે ટ્રમ્પના અયોગ્ય વ્યાપારિક પગલા અને અમારી સંપ્રભુતા વિરૂદ્ધ ધમકીઓના કારણે પેદા થયો છે. કેનેડાને સુરક્ષિત કરવા માટે ઘણું બધું કરવાનું બાકી છે. કેનેડામાં રોકાણ કરવા, કેનેડાને બનાવવા અને તેને એકજુટ કરવા માટે મને મારા સાથી કેનેડિયનોનું મજબૂત સમર્થન જોઈએ. મેં ગવર્નર જનરલ સાથે સંસદને ભંગ કરવા અને 28 એપ્રિલે ચૂંટણી યોજવાની અપીલ કરી છે અને તેમણે તેને મંજૂરી આપી દીધી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર