રથયાત્રા પૂર્વે ડીસા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશજી રાઠોડના મારુતિ પાર્ક ખાતેના નિવાસ સ્થાનેથી ભગવાનનું મામેરુ ભરવામાં આવ્યું હતું. વિશાલા ચોકથી ત્રણેય રથોને એકસાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા. આ યાત્રામાં ૩૫ થી વધુ ઝાંખીઓ, ધાર્મિક સંસ્થાઓ, ભજન મંડળીઓ, આનંદ ગરબા, અખાડિયાઓના અંગ કસરતના દાવ અને અદભૂત કરતબોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. હિન્દુ યુવા સંગઠન, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ, શિવ યુવા ગ્રુપ સહિતના હિન્દુ સંગઠનોના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રાયગોર ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને લાઠી નૃત્ય પ્રસ્તુત કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર બુંદી, ઠંડી છાશ, શરબત અને ઠંડા પાણીના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ભક્તો માટે આશીર્વાદરૂપ સાબિત થયા હતા. યાત્રા નિર્ધારિત રૂટ રામજી મંદિર, રિસાલા ચોક, હીરા બજાર,મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ, અંબિકા ચોક, લાયન્સ હોલ થઈને સાંઈબાબા મંદિર આગળ પહોંચી હતી, જ્યાં ત્રણેય રથનું ભવ્ય સ્વાગત અને મહાઆરતી કરવામાં આવી હતી.
ખાસ કરીને, રથયાત્રા શરૂ થતા પહેલા વાતાવરણમાં અસહ્ય ઉકળાટ હોવા છતાં ભક્તોનો ઉત્સાહ જરા પણ ઓછો થયો નહોતો. જોકે, ગરમીના કારણે કેટલાક ભક્તોને મુશ્કેલી પડી હતી. યાત્રા ફુવારા, લેખરાજ ચોક થઈને નિજ મંદિરે પરત ફરી હતી. સમગ્ર યાત્રા દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી. બગીચા સર્કલ ખાતે પણ ત્રણેય રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ રથયાત્રા ડીસાની ધાર્મિક અને સામાજિક એકતાનું પ્રતિક બની રહી હતી.બનાસકાંઠા28 જૂન, 2025
ડીસામાં ભગવાન જગન્નાથની ૨૭ મી વિશાળ રથયાત્રા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે સંપન્ન

અખાડીયનોના અંગ કસરતના દાવ અને લાઠી નૃત્યે આકર્ષણ જમાવ્યું; ડીસા ખાતે શ્રી સુભાષચંદ્ર જગન્નાથ બોઝ સેવા સમિતિ દ્વારા આયોજિત ભગવાન જગન્નાથની ૨૭ મી વિશાળ રથયાત્રા આજે અષાઢી બીજે અતિ ભક્તિમય અને હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ. ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ શ્રી બલભદ્રજી અને બહેન સુભદ્રાજીએ નગર પરિક્રમા કરીને હજારો ભક્તોને દર્શનનો લાભ આપ્યો હતો.
આ રથયાત્રા ડીસાના રિસાલા બજાર સ્થિત નવા રામજી મંદિરેથી બપોરે પોણા ત્રણ વાગ્યે ભગવાન જગન્નાથની આરતી બાદ પ્રસ્થાન થઈ હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહિત રથયાત્રા સમિતિના સભ્યોના હસ્તે ભગવાન જગન્નાથ, ભ્રાતા બલભદ્રજી અને બહેન સુભદ્રાજીને અલગ અલગ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.
રથયાત્રા પૂર્વે ડીસા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશજી રાઠોડના મારુતિ પાર્ક ખાતેના નિવાસ સ્થાનેથી ભગવાનનું મામેરુ ભરવામાં આવ્યું હતું. વિશાલા ચોકથી ત્રણેય રથોને એકસાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા. આ યાત્રામાં ૩૫ થી વધુ ઝાંખીઓ, ધાર્મિક સંસ્થાઓ, ભજન મંડળીઓ, આનંદ ગરબા, અખાડિયાઓના અંગ કસરતના દાવ અને અદભૂત કરતબોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. હિન્દુ યુવા સંગઠન, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ, શિવ યુવા ગ્રુપ સહિતના હિન્દુ સંગઠનોના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રાયગોર ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને લાઠી નૃત્ય પ્રસ્તુત કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર બુંદી, ઠંડી છાશ, શરબત અને ઠંડા પાણીના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ભક્તો માટે આશીર્વાદરૂપ સાબિત થયા હતા. યાત્રા નિર્ધારિત રૂટ રામજી મંદિર, રિસાલા ચોક, હીરા બજાર,મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ, અંબિકા ચોક, લાયન્સ હોલ થઈને સાંઈબાબા મંદિર આગળ પહોંચી હતી, જ્યાં ત્રણેય રથનું ભવ્ય સ્વાગત અને મહાઆરતી કરવામાં આવી હતી.
ખાસ કરીને, રથયાત્રા શરૂ થતા પહેલા વાતાવરણમાં અસહ્ય ઉકળાટ હોવા છતાં ભક્તોનો ઉત્સાહ જરા પણ ઓછો થયો નહોતો. જોકે, ગરમીના કારણે કેટલાક ભક્તોને મુશ્કેલી પડી હતી. યાત્રા ફુવારા, લેખરાજ ચોક થઈને નિજ મંદિરે પરત ફરી હતી. સમગ્ર યાત્રા દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી. બગીચા સર્કલ ખાતે પણ ત્રણેય રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ રથયાત્રા ડીસાની ધાર્મિક અને સામાજિક એકતાનું પ્રતિક બની રહી હતી.
રથયાત્રા પૂર્વે ડીસા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશજી રાઠોડના મારુતિ પાર્ક ખાતેના નિવાસ સ્થાનેથી ભગવાનનું મામેરુ ભરવામાં આવ્યું હતું. વિશાલા ચોકથી ત્રણેય રથોને એકસાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા. આ યાત્રામાં ૩૫ થી વધુ ઝાંખીઓ, ધાર્મિક સંસ્થાઓ, ભજન મંડળીઓ, આનંદ ગરબા, અખાડિયાઓના અંગ કસરતના દાવ અને અદભૂત કરતબોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. હિન્દુ યુવા સંગઠન, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ, શિવ યુવા ગ્રુપ સહિતના હિન્દુ સંગઠનોના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રાયગોર ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને લાઠી નૃત્ય પ્રસ્તુત કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર બુંદી, ઠંડી છાશ, શરબત અને ઠંડા પાણીના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ભક્તો માટે આશીર્વાદરૂપ સાબિત થયા હતા. યાત્રા નિર્ધારિત રૂટ રામજી મંદિર, રિસાલા ચોક, હીરા બજાર,મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ, અંબિકા ચોક, લાયન્સ હોલ થઈને સાંઈબાબા મંદિર આગળ પહોંચી હતી, જ્યાં ત્રણેય રથનું ભવ્ય સ્વાગત અને મહાઆરતી કરવામાં આવી હતી.
ખાસ કરીને, રથયાત્રા શરૂ થતા પહેલા વાતાવરણમાં અસહ્ય ઉકળાટ હોવા છતાં ભક્તોનો ઉત્સાહ જરા પણ ઓછો થયો નહોતો. જોકે, ગરમીના કારણે કેટલાક ભક્તોને મુશ્કેલી પડી હતી. યાત્રા ફુવારા, લેખરાજ ચોક થઈને નિજ મંદિરે પરત ફરી હતી. સમગ્ર યાત્રા દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી. બગીચા સર્કલ ખાતે પણ ત્રણેય રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ રથયાત્રા ડીસાની ધાર્મિક અને સામાજિક એકતાનું પ્રતિક બની રહી હતી.ટેગ્સ:#Deesa#Hindu Festival#Devotion#Cultural Celebration#Community Participation#spiritual significance#Religious Procession#Rath Yatra#Lord Jagannath#Joyful Celebrations
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
8 કલાક પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
1 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા