રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ30 એપ્રિલ, 2025| Super Admin

પાટણ જિલ્લાના ૨૪૦ મહેસુલી કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કર્યું

પાટણ જિલ્લાના ૨૪૦ મહેસુલી કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કર્યું
મહેસુલી કર્મચારીઓની સામૂહિક રજા ના કારણે ઠપ્પ બનેલી કામગીરી થી અરજદારોને મુશ્કેલી ભોગવવી પડી; પાટણ જિલ્લાના મહેસૂલી વિભાગમાં કાર્યરત ૨૪૦ કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને સરકાર દ્વારા સંતોષવામાં આવે તેવી માંગ સાથે બુધવારે સામૂહિક રજા પર ઉતરીને કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ કર્મચારીઓમાં નાયબ મામલતદાર, ક્લાર્ક અને રેવન્યુ તલાટીઓ જોડાયા હતા. કર્મચારીઓએ પોતાની મુખ્ય માગણીઓમાં સમયસર પ્રમોશન, જિલ્લા ફેરબદલી અને ડિપાર્ટમેન્ટલ પરીક્ષાઓનું સમયસર આયોજનની માંગ હોવાનું જણાવ્યું હતું. પાટણ કલેકટર કચેરી ખાતે આયોજિત આ વિરોધ પ્રદર્શનની અસર સામાન્ય નાગરિકો ઉપર પડી હતી કારણ કે કર્મચારીઓના માસ સીએલ પર ઉતરવાથી ઈ-ધરા, રેશનકાર્ડની કામગીરી, આવકના દાખલા, જાતિના દાખલા, EWS પ્રમાણપત્ર અને નોન ક્રિમીલેયર સર્ટિફિકેટ જેવી મહત્વની સેવાઓ પ્રભાવિત થઈ હોય આ કારણે અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

સંબંધિત સમાચાર