રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
ગુજરાત4 જૂન, 2025| Super Admin

ગુજરાતમાં કોરોના ના કેસોમાં સતત વધારો; અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 60 નવા કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના ના કેસોમાં સતત વધારો; અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 60 નવા કેસ નોંધાયા

(જી.એન.એસ) તા. 03

અમદાવાદ,

ગુજરાતના  કેટલાક જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં જ 60 નવા કેસ નોંધાયા હોવાની માહિતી સામે આવી છે. આ સાથે હવે શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 241 એ પહોંચી છે. અત્યાર સુધી 2 કોરોના દર્દીઓનાં મોત નીપજ્યા હોવાની માહિતી છે. શહેરનાં વીએસ હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે સારવારની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 60 નવા કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કોરોનાનાં કુલ કેસની સંખ્યા વધીને 241 એ પહોંચી છે. જ્યારે અત્યાર સુધી 2 કોરોના દર્દીઓનાં મોત નીપજ્યા હોવાની મહિતી છે. કોરોનાનાં કેસોમાં વધારો થતા તંત્ર દ્વારા સાવચેતીનાં ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં વીએસ હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે વિશેષ વોર્ડ અને સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજકોટમાં (Rajkot) દિવસેને દિવસે કોરોની સ્થિતિ વકરી રહી છે. શહેરમાં કોરોનાનાં વધુ 8 કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાનાં એક્ટિવ કેસની સંખ્યા 40 સુધી પહોંચી છે. માહિતી મુજબ, રાજકોટ જિલ્લા પોલીસવડાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જિલ્લા પોલીસવડા હિમકરસિંહને કોરોના થયો હોવાની માહિતી છે. હિમકરસિંહ હાલ હોમકોરેન્ટાઇન છે અને તેમની સારવાર ચાલી રહી છે.

લક્ષણો પર ધ્યાન આપો: જો તમને શરદી, ઉધરસ, તાવ, ગળામાં દુખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા કોઈ લક્ષણો લાગે, તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો અને ડૉક્ટરની સલાહ લો.

રસીકરણ: જેમણે હજુ સુધી રસી લીધી નથી તેઓએ રસીના બંને ડોઝ અને બૂસ્ટર ડોઝ શક્ય તેટલી વહેલી તકે લેવા જોઈએ.

હાથની સ્વચ્છતા: વારંવાર સાબુ અને પાણીથી હાથ ધોવા અથવા સેનિટાઇઝરનો ઉપયોગ કરો.



Source link

સંબંધિત સમાચાર