પ્રાંતિજ તાલુકાના મજરા ગામે બે દિવસ અગાઉ પ્રેમ લગ્ન અને અંગત અદાવતને કારણે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટના બાદ શનિવારે બંને પક્ષોએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે 112 વ્યક્તિઓ સામે નામજોગ ગુનો નોંધ્યો છે અને તેમાંથી 35 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ તમામ આરોપીઓને આજે રાત્રે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ અથડામણમાં ગામના બંને જૂથોના લોકો આવેશમાં આવી ગયા હતા, જેના પરિણામે થયેલા હુમલામાં કુલ 13 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. પ્રાંતિજ પોલીસે બંને પક્ષના કુલ 35 વ્યક્તિઓની અટકાયત કરી છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં મજરાના રાકેશભાઈ ગોપાલભાઈ પટેલની ફરિયાદના આધારે 60 નામજોગ સહિત 110-120ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં 28 આરોપીઓની અટકાયત કરાઈ છે અને નવને ઈજાઓ થઈ છે. જ્યારે મજરાના આંબલીવાસમાં રહેતા નરેન્દ્રસિંહ મંગાજી મકવાણાની ફરિયાદના આધારે 52 નામજોગ સહિત 100ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં સાતની અટકાયત કરાઈ છે અને બેને ઈજા થઈ હતી.
પ્રાંતિજ તાલુકાના મજરા ગામે જૂથ અથડામણમાં 35ની અટકાયત : બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી

સંબંધિત સમાચાર
સાબરકાંઠાવિજયનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ: ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો
22 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ: વધુ 7 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રકક્ષાનું 'NQAS' પ્રમાણપત્ર પ્રાપ્ત
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના જાદર ખાતે લોકમેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, આનંદ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ
5 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં એલસીબીની રેડ: બે કારમાંથી રૂ.1.15 લાખના વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
