PM Modi ની કરકટ રેલી પર ફરી બોલ્યા Tejashwi Yadav, કહ્યું- ગુજરાતના મુસ્લિમોને…. 

ગુજરાત
ગુજરાત

આરજેડી નેતા અને બિહારના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ ફરી એકવાર ઓબીસી અનામતને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરતા જોવા મળ્યા છે. તેજસ્વી યાદવે ગુજરાતના મુસ્લિમોને આપવામાં આવેલી OBC અનામતની યાદી શેર કરતી વખતે સવાલો ઉઠાવ્યા છે.

તેજસ્વીએ પ્રશ્ન કર્યો

તેજસ્વી યાદવે X પ્લેટફોર્મ પર મુસ્લિમ OBC જાતિઓની કેન્દ્રીય યાદી શેર કરી છે. તેમાં 25 મુસ્લિમ જ્ઞાતિઓના નામ મોજૂદ છે. આ લિસ્ટ પોસ્ટ કરતા તેજસ્વી યાદવે લખ્યું કે આ મુસ્લિમ OBC જાતિઓની કેન્દ્રીય યાદી છે, જેમને ગુજરાતમાં પછાત વર્ગમાં અનામત મળે છે. એ જ ગુજરાતમાં જ્યાં નરેન્દ્ર મોદી 13 વર્ષથી મુખ્યમંત્રી છે. આ જ્ઞાન વડાપ્રધાન તેમજ તેમના અજ્ઞાન અનુયાયીઓ માટે છે જેઓ માત્ર વોટ્સએપના આધારે સમાચારો વાંચે છે, ઈન્ટરવ્યુ કરે છે અને નફરત ફેલાવે છે. આ લોકો નથી જાણતા કે આપણા બંધારણમાં અનામતનો આધાર ધર્મ નથી પણ સામાજિક પછાતપણું છે.

પીએમ મોદીએ ઓબીસી અનામતનો મુદ્દો ઉઠાવ્યો હતો

તમને જણાવી દઈએ કે 25 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે પાટલીપુત્ર, કરકટ અને બક્સરમાં જાહેર સભાઓને સંબોધી હતી. કરકટમાં ભાષણ દરમિયાન પીએમ મોદીએ કલકત્તા હાઈકોર્ટ દ્વારા 77 મુસ્લિમ જાતિઓની ઓબીસી સૂચિ રદ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે તેમણે વિપક્ષ પર મુસ્લિમોને ઓબીસી અનામત યાદીમાં સામેલ કરવાનો આરોપ લગાવ્યો. પીએમ મોદી પર વળતો પ્રહાર કરતા તેજસ્વી યાદવે એક ખુલ્લો પત્ર શેર કર્યો અને હવે તેમણે ગુજરાતના મુસ્લિમોને આપવામાં આવેલી OBC અનામત પર સવાલો ઉઠાવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.