PM મોદીએ દેશમાં ૨૧ દિવસ જ લોકડાઉન કેમ કર્યું? જાણો તેની પાછળનું કારણ.
લૉકડાઉન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે રાત્રે ૮ વાગ્યે રાષ્ટ્રના નામે સંબોધન કર્યું હતું. જેમાં તેમને દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું હતું. કોરોના વાયરસને ફેલાવતો રોકવા માટે આ લોકડાઉન કેટલુ જરૂરી છે તેની પાછળની વાત હવે સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ૬૪ હજાર ભારતીયો અને વિદેશીઓ દેશમાં આવ્યા છે. આ બિમારી બહારથી ભારતમાં આવી છે, આ સ્થિતિમાં તે ફરીથી ભારતમાં પ્રવેશે તેવી પુરેપુરી શક્યતા છે. જેથી સરકારે આખા ભારતમાં લોકડાઉન અને અનેક ઠેકાણે કર્ફ્યૂની જાહેરાત કરી.
ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધી કોવિડ-૧૯ સંક્રમણના ૫૮૦ કન્ફર્મ કેસ સામે આવી ચૂક્યા છે. તેમાંથી ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોના વધતા સંક્રમણને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં મંગળવાર અડધી રાતથી ૨૧ દિવસો સુધી લૉકડાઉન કરવાની જાહેરાત કરી દીધી છે. દેશમાં ૧૫ એપ્રિલ સુધી લૉકડાઉન રહેશે. ચોક્કસપણે લૉકડાઉનથી લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે, પરંતુ તેનું એક મોટું કારણ પણ છે.
એક અધિકારીઓએ જણાવ્યું કે, ૨૧ દિવસનું લૉકડાઉન લાગુ કરવા પછળ મોટું કારણ લોકોની બેદરકારી છે. મૂળે વિદેશથી પરત ફરેલા અનેક લોકોને હોમ કોરન્ટાઇન રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમ છતાંય એનક એવા લોકો ટ્રેન કે રોડ પર ફરતા પકડાયા. જેથી આ લોકો જેમના પણ સંપર્કમાં આવ્યા છે તે બધા કોરોનાના મુખ્ય વાહક હોઈ શકે છે.
વિદેશથી આવેલા લોકોમાં જો કોરોના વાયરસ છે તો સોશિયલ ડિસ્ટન્સિંગ થાતાં વાયરસ બાકી લોકોમાં નહીં ફેલાઈ શકે. એવામાં જે વ્યક્તિમાં કોરોના સંક્રમણના લક્ષણો હશે, તે ૧૪ દિવસની અંદર દેખાવા લાગશે, ત્યારબાદ તરત સારવાર પણ શરૂ થઈ જશે. આ દરિમયાન જે પહેલાથી કોરોના પોઝિટીવ છે, તેમની સારવાર પણ પૂરી થવાની આશા છે. હાલ દેશમાં ૧,૮૭,૯૦૪ લોકોને આઇસોલેશનમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
લૉકડાઉન દરમિયાન આવશ્યક સેવાઓને મુક્ત રાખવામાં આવી છે. જેથી શાકભાજી, કરિયાણું, દવા, ફળની દુકાનો ખુલી રહેશે. બેંક, ઇન્સ્યોરન્સ ઓફિસ અને એટીએમ ખુલ્લા રહેશે. પેટ્રોલ પંપ, સીએનજી પંપ, ગેસ રિટેલ ખુલ્લા રહેશે. હોસ્પિટલ, ડિસ્પેન્સરી, ક્લીનિક, નર્સિંગ હોમ ખુલ્લા રહેશે. પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાની ઓફિસ ખુલ્લી રહેશે. ઇન્ટરનેટ, બ્રોડકાસ્ટ અને કેબલ સર્વિસ ચાલુ રહેશે.