
NASAને હાથ લાગ્યો મોટો ખજાનો, ધરતી પરના દરેક વ્યક્તિના ભાગે આવશે રૂ. ૯૬૨૧ કરોડ
અમેરિકાની અવકાસ સંસ્થા નાસાએ એક એવા નાના તારાને શોધી કાઢ્યો છે જે આખો લોખંડનો બનેલો છે. તેમાં એટલુ બધુ લોખંડ છે કે, તેને પૃથ્વી પર લાવીને વેચવામાં આવે તો ધરતી પર રહેતા દરેક વ્યક્તિને લગભગ ૧ મિલિયન પાઉંડ એટલે કે ૯૬૨૧ કરોડ રૂપિયા ભાગમાં આવે.
નાસાએ આ તારાનું નામ ૧૬ સાઈકી (૧૬ ઁજઅષ્ઠરી) રાખ્યું છે. આ આખા તારામાં રહેલા લોખંદની કુલ કિંમત લગભગ ૮૦૦૦ ક્વૉડ્રિલિયન પાઉંડ એટલે કે ગણતા પણ થાકી જવાય તેટલી છે. આ કિંમત ૮૦૦૦ પાછળ ૧૫ શૂન્ય લગાવવાથી જેટલી રકમ થાય તેટલી બધી છે.
એક અહેવાલ પ્રમાણે ૮૦૦૦ ક્વોડ્રિલિયન પાઉંડ (૮,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ પાઉંડ) એટલે કે ધરતી પર રહેલા દરેક વ્યક્તિને ૧ બિલિયન પાઉંડ એટલે કે ૯૬૨૧ કરોદ રૂપિયા મળે. આ કિંમત એક એ એક માત્ર નાના તારામાં રહેલા લોખંડની છે.
નાસાએ સ્પેસ એક્સના માલિક એલન મસ્કની મદદ માંગી છે અને કહ્યું છે કે, તેઓ આ તારા પર રહેલા લોખંડની તપાસ માટે પોતાના અવકાશ મિશન શરૂ કરે. આ તારાનો વ્યાસ ૨૨૬ કિલોમીટર છે. ત્યાં એક દિવસ ૪.૧૯૬ કલાકનો હોય છે.
આ તારાનું વજન ધરતીના ચંદ્રના વજનનો લગભગ ૧ ટકો જ છે. પણ તે તારો જ આખો લોખંડનો બનેલો છે. આ તારો મંગળ અને ગુરૂની વચ્ચે છે. નાસાનું કહેવું છે કે, આ તારાને ધરતીની નજીક લાવવાની હાલ કોઈ જ યોજના નથી. પરંતુ તેના પર પહોંચીને લોખંદની તપાસ કરવાની યોજના જરૂરથી બનાવવામાં આવી રહી છે. જો સ્પેસ એક્સ પોતાના અવકાશયાનથી કોઈ રોબોટિક મિશન આ તારા સુધી મોકલે તો ત્યાં જઈને અધ્યયન કરીને પાછા આવવામાં સાત વર્ષ લાગી જશે.