IND vs NZ 3rd T20 મેચ ટાઈ થતા સુપર ઓવરમાં ભારતની જીત, સુપર ઓવરમાં ભારતે ૨૦ રન બનાવ્યા
બુધવારે હેમેલિટનના સેડોન પાર્કમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે ૨૦ ઓવરમાં ૫ વિકેટ પર ૧૭૯ રન બનાવ્યા હતા. ૧૮૦ રનના ટાર્ગેટનો પીછો કરતા ન્યૂઝેલન્ડની ટીમ છ વિકેટના નુકસાને ૧૭૯ રન બનાવી શકી. અંતિમ ઓવરમાં નવ રનની જરૂર હતી, પણ તે ન બનાવી શક્યું. ન્યૂઝીલેન્ડ વતી વિલિયમ્સને લડાયક ઈનિંગ રમી હતી. તેણે ૪૮ બોલમાં ૯૫ રન બનાવ્યા હતા. જેમા છ છગ્ગા અને ૮ ચોગ્ગાનો સમાવેશ થાય છે. ગુટપીલે ૩૧ રન અને ટેઈલરે ૧૭ રન બનાવ્યા હતા. ભારત વતી શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ શમીએ બે બે વિકેટ તેમજ ચહલ અને જાડેજાએ એક એક વિકેટ લીધી હતી.
બુમરાહે ભારત વતી સુપર ઓવર ફેંકી હતીઃ
૧ બોલ વિલિયમ્સન ૧ રન
૨ બોલ ગુટપીલ ૧ રન
૩ બોલ વિલિયમ્સન ૬ રન
૪ બોલ વિલિયમ્સન ૪ રન
૫ બોલ વિલિયમ્સન ૧ રન
૬ બોલ ગુટપીલ ૪ રન
ન્યૂઝીલેન્ડ વતી સુપર ઓવર સાઉથીએ ફેંકી હતી ઃ
૧ બોલ રોહિત શર્મા ૨ રન
૨ બોલ રોહિત શર્મા ૧ રન
૩ બોલ લોકેશ રાહુલ ૪ રન
૪ બોલ લોકેશ રાહુલ ૧ રન
૫ બોલ રોહિત શર્મા ૬ રન
૬ બોલ રોહિત શર્મા ૬ રન
પ્રથમ બેટિંગ કરતા લોકેશ રાહુલે અને રોહિત શર્માએ ભારતને સારી શરૂઆત અપાવી હતી. ૮૯ રને ભારતની પ્રથમ વિકેટ પડી હતી. લોકેશ રાહુલ ૨૭ રને આઉટ થયો છે. રાહુલે ૧૯ બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી આ રન બનાવ્યા છે.
આજની મેચમાં રોહિત શર્મા આક્રમક મૂડમાં જોવા મળ્યો છે, તેણે ૨૩ બોલમાં ફિફ્ટી પૂરી કરી કરી હતી. રોહિત શર્મા ૪૦ બોલમાં ૬૫ રન બનાવી આઉટ થયો હતો. જેમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. હામિશ બેનેટે એકજ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. તેણે રોહિત શર્મા અને શિવમ દૂબેની વિકેટ લીધી હતી. શિવમ દૂબે ત્રણ રને આઉટ થયો હતો. ભારતની ચોથી વિકેટ ૧૪૨ રને પડી હતી.શ્રેયસ અય્યર ૧૬ બોલમાં ૧૭ રન બનાવી આઉટ થયો હતો.
કોહલી કેપ્ટન તરીકે સૌથી વધારે રન બનાવનાર ભારતીય બન્યો છે. ૩૬મી મેચમાં તેણે આ સિદ્ધિ મેળવી છે. આજની મેચમાં ૨૫ રન બનાવવાની સાથે જ તેણે ધોનીના ૧૧૧૨ રનના રેકોર્ડ સ્કોરને પાર કરી લીધો છે. ધોનીએ ૭૨T૨૦ મેચમાં આ સિદ્ધી મેળવી હતી. કોહલી ૨૭ બોલમાં ૩૮ રન બનાવી આઉટ થયો હતો. કોહલીએ ૩૬ ટી૨૦માં ૧૧૨૬ રન બનાવી લીધા છે. મનિષ પાન્ડે ૧૪ રને અને જાડેજા ૧૦ રને નોટ આઉટ રહ્યા હતા.
ટીમ ઈન્ડિયાઃ વિરાટ કોહલી, રોહિત શર્મા, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાન્ડે, શિવમ દૂબે, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ.
ન્યૂઝીલેન્ડ ટીમઃ કેન વિલિયમ્સન, માર્ટિન ગુટ્પિલ, કોલિન મુનરો, કોલિન ડી ગ્રેડહોમ, રોસ ટેલર, ટિમ શિફર્ટ, મિશેલ સેંટનર, ટિમ સાઉથી, સ્કોટ કુગલિન, ઈશ સોઢી, હામિશ બેનેટ.