
CAGનો રિપોર્ટ / સિયાચિનમાં ફરજ બજાવતા સૈનિકોને જરૂરિયાત મુજબ ભોજન અને કપડા મળતા નથી
નવી દિલ્હીઃ સિયાચિન, લદ્દાખ, ડોકલામ જેવા ઉચ્ચા પહાડી ક્ષેત્રોમાં ફરજ બજાવતા ભારતીય સૈનિકોને જરૂરિયાત મુજબ ભોજન અને હવામાન મુજબના કપડા ખરીદવામાં મોડું થયું છે. તેના કારણે સૌનિકોએ જૂના કપડા અને ઉપકરણોથી જ કામ ચલાવવું પડયું હતું. આ ખુલાસો CAG(કમ્પટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઇન્ડિયા)ના 2017-18ના રિપોર્ટમાં થયો છે. આ રિપોર્ટ સંસદમાં સોમવારે રજૂ કરવામાં આવ્યો.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વધુ ઉચાઈ પર સૌનિકો તેમની રોજની એનર્જીને ધ્યાનમાં રાખીને ભોજન નક્કી કરે છે. બેઝિક આઈટમના સ્થાને મોંઘા વૈકલ્પિક આહારને સમાન કિંમત પર મંજૂર કરવાના કારણે સૈનિકો માટે લેવામાં આવનારી કેલેરી ઘટી છે. સૈનિકો માટે સામાનની વ્યવસ્થા કરવા માટે ટેન્ડરોમાં સમાનતા ન હોવાના કારણે પણ મુશ્કેલી આવી હતી.ફેસમાસ્ક,જેકેટ,સ્લીપીંગ બેગ પણજૂનાસ્પેસિફિકેશનના ખરીદવામાં આવ્યાકેગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે સૈનિકો માટે ફેસ માસ્ક, જેકેટ અને સ્લીપિંગ બેગ જૂના સ્પેસિફિકેશનના ખરીદવામાં આવ્યા, જેના કારણે સૈનિકો સારી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી વંચિત રહ્યાં. ખરીદી પ્રક્રિયામાં મોડું થવાને કારણે સૈનિકોનું આરોગ્ય અને હાઈજીનને અસર થઈ. એ પણ જણાવવામાં આવ્યું કે ડિફેન્સ લેબમાં રિસર્ચ અને ડેવલોપમેન્ટની અછત અને સ્વદેશીકરણમાં નિષ્ફળતાના કારણે આયાત પર જ નિર્ભરતા રહી.274 કરોડ ખર્ચ થવા છતાં પણ પાયલોટ પ્રોજેક્ટ સફળ ન થયોસિયાચિન અને લદ્દાખની ઉંચાઈ પર રહેનાર સૈનિકોના રહેઠાણની સ્થિતિ સુધારવા માટે પ્રોજેક્ટને ચાલુ રીતે લાગુ કરવામાં આવ્યા. પાયલોટ પ્રોજેક્ટને ફેઝ પ્રમાણે મંજૂરી આપવામાં આવી. આ કારણે 274 કરોડ ખર્ચ થવા છતાં પણ પાયલોટ પ્રોજેક્ટ સફળ ન થઈ શકયો. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે સૈનિકોની જરૂરિયાતનું યોગ્ય એસ્ટીમેશન કર્યા વગર યોજનાઓ બનાવવામાં આવી રહી છે અને તેને મંજૂર પણ કરવામાં આવે છે.