
CAAવિરોધમાં જામિયામાં રેલી દરમિયાન એક શખ્સે હ્લમ્ લાઈવ કર્યા બાદ બેફામ ફાયરિંગ કર્યું, એક વિદ્યાર્થી ઘાયલ
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટરના વિરોધામાં દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીથી રાજઘાટ સુધીની રેલી દરમિયાન રામગોપાલ ભક્ત નામના એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરતા પહેલા આ શખ્સે જામિયાની બહારથી ફેસબુક લાઈવ પણ કર્યું હતું. જામિયા વિસ્તાર પાસે એક યુવકે ગોળી ચલાવી હતી, જેમાં એક વિદ્યાર્થી ઘાયલ થયો છે.
ઘાયલ વિદ્યાર્થી
આ દેખાવકારી વિદ્યાર્થી ગોળી વાગવાને કારણે ઘવાયો છે. ચોંકાવનારી વાત તો એ છે કે આટલી કડક સુરક્ષા વ્યવસ્થા છતા ગોળી કેવી રીતે વાગી. જે સ્થળે કાઢવામાં આવી રહી હતી ત્યાં પોલીસ ફોર્સ તહેનાત છે તેમ છતા આ યુવક ખુલ્લેઆમ ફાયરિંગ કરી રહ્યો હતો.
આ ફાયરિંગ કરનારા શખ્સનું નામ ગોપાલ છે જે ગ્રેટર નોઈડાના જેવરનો રહેવાસી છે. ગોળી ચલાવનારો ગોપાલ જામિયાનો વિદ્યાર્થી નથી. ફાયરિંગ પહેલા ગોપાલ ઘણી વખત જામિયાથી તેના ફેસબુક એકાઉન્ટ પર લાઈવ પણ થયો હતો. જો કે હાલ તો ગોપાલની પોલીસે ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.