હેલિકોપ્ટરમાં બેસીને કર્યા રામલલાના સૂર્ય તિલકના દર્શન કર્યા વડાપ્રધાન મોદીએ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રામનવમી નિમિત્તે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. આ એક અદ્ભુત ક્ષણ હતી. સમગ્ર મંદિર પરિસર રામનામથી ગુંજી રહ્યુ હતું.  આ ક્ષણના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સાક્ષી બન્યા હતા. તેમણે આ અદ્ભુત ક્ષણનો વીડિયો ટેબલેટ દ્વારા જોયો હતો. તેમજ આ વીડિયો જોઈને તેઓ શ્રદ્ધા સાથે ભાવુક દેખાયા હતા.

વડાપ્રધાન મોદી એ સોસિયલ મીડિયા માં શેર કર્યું હતું કે- નલબારી સભા પછી મને અયોધ્યામાં રામલલાના સૂર્ય તિલકની અદ્ભુત અને અનોખી ક્ષણ જોવાનો લહાવો મળ્યો. શ્રી રામ જન્મભૂમિની આ બહુપ્રતિક્ષિત ક્ષણ દરેક માટે આનંદની ક્ષણ છે. આ સૂર્ય તિલક વિકસિત ભારતના દરેક સંકલ્પને પોતાની દૈવી ઉર્જાથી આ રીતે પ્રકાશિત કરશે.

રામ મંદિરમાં રામલલાનું સૂર્ય તિલક જોતા પહેલા હેલિકોપ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પગરખા ઉતાર્યા અને સંપૂર્ણ આદર સાથે સૂર્ય તિલકના અદ્ભુત ક્ષણના સાક્ષી બન્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભગવાન રામને હૃદય પર હાથ રાખીને અને માથું નમાવીને નમન કરતા જોવા મળ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.