સેના દુશ્મનોને ૭-૧૦ દિવસમાં ધૂળ ચટાડવા સક્ષમ : મોદી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, તેમની સરકાર ઐતિહાસિક અન્યાયને સુધારવા માટે અને પડોશી દેશોમાં રહેતા લઘુમતિઓ સાથે કરવામાં આવેલા ભારતના જુના વચનને પૂર્ણ કરવા માટે નાગરિક સુધારા કાનૂનને લઇને આવી છે. મોદી રાષ્ટ્રીય કેડેટ કોર (એનસીસી)ની વાર્ષિક રેલીને સંબોધતા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કેટલાક પરિવારો અને પાર્ટીઓએ મળીને કલમ ૩૭૦ને જીવિત રાખવાના પ્રયાસો કર્યા હતા. મોદીએ આજે વિરોધ પક્ષો ઉપર આકરા પ્રહાર કર્યા હતા. સીએએની સામે કેટલાક શહેરોમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે મોદીએ કેટલીક કઠોર વાત કરી હતી. પડોશી દેશોમાં રહેતા લઘુમતિઓ માટે કરાયેલા વચનો પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. કલમ ૩૭૦નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, સ્વતંત્રતાના સમયથી જ જમ્મુ કાશ્મીરમાં સમસ્યા હતી. બીજી બાજુ મોદીએ પાકિસ્તાનના નામનો ઉલ્લેખ કર્યા વગર જારદાર ચેતવણી આપી હતી. એનસીપી કેડેટને સંબોધતા મોદીએ પડોશી દેશ પાકિસ્તાનના નામનો ઉલ્લેખ કર્યા વગર ચેતવણી આપતા કહ્યું હતું કે, પડોશી દેશ જાણે છે કે, તે ભારત સાથે ત્રણ ચાર યુદ્ધમાં પરાજિત થઇ ચુક્યું છે. ભારતીય સેના ઇચ્છે તો તેને સપ્તાહ-૧૦ દિવસમાં ધુળ ચટાડી શકે છે. કોંગ્રેસ, બસપ સહિત વિરોધ પક્ષો ઉપર પ્રહાર કરતા મોદીએ કેટલાક મુદ્દાઓની વાત કરી હતી અને કહ્યું હતું કે, અગાઉની સરકારોએ દશકો સુધી સંસદમાં નાગરિક સુધારા બિલ, એનિમી પ્રોપર્ટી બિલને અટકાવી દીધા હતા. પોતાની વોટબેંકની રાજનીતિ ચમકાવવાના પ્રયાસ થયા હતા. તેમણે ઉમેર્યું હતું કે, પડોશી દેશને હંમેશા હારનો સામનો કરવો પડ્યો છે. અમારી સેનાઓ ૧૦થી ૧૨ દિવસમાં પડોશી દેશને ધૂળ ચટાડી શકે છે. હવે તે દશકોથી ભારતની સામે પ્રોક્સીવોર લડી રહ્યું છે. આમા મોટી સંખ્યામાં નાગરિકોના મોત થયા છે. અમારા જવાનો શહીદ થઇ રહ્યા છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.