લોકડાઉન ખત્મ થતા પહેલા ૧૪ એપ્રિલે મોદી ચોથી વખત દેશને સંબોધિત કરે તેવી શકયતા, કાલે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી.
કોરોનાવાઈરસના સંક્રમણને રોકવા માટે લાગુ ૨૧ દિવસનું દેશવ્યાપી લોકડાઉન ૧૪ એપ્રિલે પુરુ થઈ રહ્યું છે. આ પહેલા ૯ રાજ્યો લોકડાઉન વધારવાની માંગ કેન્દ્ર સરકારને કરી ચૂક્યા છે. મંગળવારે ૧૪ એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાને લઈને ચોથી વખત દેશને સંબોધિત કરી શકે છે. આ પહેલા વડાપ્રધાનનું શનિવારે મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફોરન્સિંગ પણ થનાર છે.મોદીએ ૨૪ માર્ચે તેમના બીજા સંબોધનમાં ૨૧ દિવસના લોકડાઉનન જાહેરાત કરી હતી.
 
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક ફેરફારની સાથે લોકડાઉનને વધારવામાં આવી શકે છે. રાજ્યોમાં જરૂરી સેવાઓને છોડીને પ્રતિબંધ ચાલુ રહેશે. સ્કુલ-કોલેજે અને ધાર્મિક સ્થળો બંધ રહે તેવી શકયતા છે. થોડા દિવસો પહેલા જ સાંસદો સાથેના વીડિયો કોન્ફોરન્સિંગમાં મોદી એ વાતને સ્પષ્ટ કરી છે કે દેશ સોશિયલ ઈમરજન્સીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે, સરકાર માટે હાલ દરેકનો જીવ બચાવવો તે પ્રાથમિકતા છે. એવામાં લોકડાઉનને એક સાથે હટાવી ન શકાય. કોરોનાના સંકટ પહેલા અને પછીની જીંદગી એક જેવી નહિ હોય.
 
લોકડાઉનના કારણે દેશની અર્થવ્યવસ્થાને ખાસ નુકસાન થઈ રહ્યું છે, એવામાં કેટલાક સેકટરોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની શરતે લોકડાઉનમાંથી છુટ આપવામાં આવી શકે છે. જ્યારે આરબીઆઈએ તેના રિપોર્ટમાં કોરોના સંકટની વચ્ચે અર્થવ્યવસ્થામાં ઝડપથી સુધારો આવવાની શકયતા વ્યક્ત કરી છે. લોકડાઉનમાં સૌથી વધુ અસર એવિએશન સેકટર પર પડી છે. એવામાં સરકાર એરલાઈન્સ કંપનીઓને ઉડાન શરૂ કરવાની છૂટ આપી શકે છે, જોકે તેમણે તમામ કલાસમાં વચ્ચેની સીટ ખાલી રાખવી પડશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.