રામમંદિર ટ્રસ્ટમાં અયોધ્યાના રાજા, હિન્દુ પક્ષના વકીલ રહેલા પરાશરન, એક શંકરાચાર્ય અને પેજાવર મઠના સ્વામી સામેલ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી
     લખનઉઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં રામ મંદિર ટ્રસ્ટ વિશે જાહેરાત કરી હતી. તેના ૪ કલાક બાદ ટ્રસ્ટથી જોડાયેલા ૧૫ સભ્યોની માહિતી સામે આવી છે. અયોધ્યા વિવાદમાં હિન્દુ પક્ષના મુખ્ય વકીલ રહેલા ૯૨ વર્ષીય કે.પરાશરનને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. તેમના સિવાય એક શંકરાચાર્ય સહિત ૫ ધર્મગુરુઓને ટ્રસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. અયોધ્યાના પૂર્વ શાહી પરિવારના રાજા વિમલેન્દ્ર પ્રતાપ મિશ્રા, અયોધ્યાના જ હોમિયોપેથી ડોક્ટર અનિલ મિશ્રા અને કલેક્ટરને ટ્રસ્ટી બનાવવામાં આવ્યાછે.
 
અગાઉ એવા અહેવાલો હતા કે ચાર શંકરાચાર્યોને આ ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવશે પરંતુ સરકારે ટ્રસ્ટમાં માત્ર પ્રયાગરાજના જ્યોતિષપીઠાધિશ્વર સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજને સામેલ કર્યા છે. ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પણ સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ અખાડાના મહંત દિનેન્દ્ર દાસને ટ્રસ્ટની મીટિંગમાં વોટિંગનો અધિકાર અપાયો નથી.
 
ટ્રસ્ટીઓની યાદી
 
૧. કે પરાશરન, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ.
૨. જગતગુરૂ શંકરાચાર્ય જ્યોતિષ પીઠાધીશ્વર સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજ, પ્રયાગરાજ.
૩. જગતગુરૂ મધ્વાચાર્ય સ્વામી વિશ્વ પ્રસન્નતીર્થજી મહારાજ, પેજાવર મઠ, ઉડુપી.
૪. યુગપુરૂષ પરમાનંદજી મહારાજ, હરિદ્વાર.
૫. સ્વામી ગોવિંદ દેવગિરિજી મહારાજ, પૂણે.
 
૭. ડોક્ટર અનિલ મિશ્ર, હોમિયોપેથિક ડોક્ટર, અયોધ્યા.
૮. શ્રી કામેશ્વર ચૌપાલ, પટના(જીઝ્ર સભ્ય).
૯. બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા નોમિનેટેડ એક ટ્રસ્ટી જે હિન્દુ ધર્મના હોય
૧૦. બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા નોમિનેટેડ એક ટ્રસ્ટી જે હિન્દુ ધર્મના હોય.
૧૧. મહંત દિનેન્દ્ર દાસ, નિર્મોહી અખાડા, અયોધ્યા બેઠક, અયોધ્યા( નિર્મોહી અખાડાના પ્રતિનિધિ), જેઓ સુપ્રીમ કોર્ટના ચૂકાદાના પેરા ૮૦૫(૪)ના નિર્દેશાનુસાસન ટ્રસ્ટી હશે.
૧૨. કેન્દ્ર સરકાર દ્વારા નોમિનેટેડ એક પ્રતિનિધિ જે હિન્દુ ધર્મના હશે અને કેન્દ્ર સરકાર અંતર્ગત ૈંછજી અધિકારી હશે. આ વ્યક્તિ ભારત સરકારના સંયુક્ત સચિવના પદથી નીચે નહીં હોય. તે એક હોદ્દાની રૂએ સભ્ય હશે.
૧૩. રાજ્ય સરકાર દ્વારા નોમિનેટેડ એક પ્રતિનિધિ જે હિન્દુ ધર્મના હશે અને ઉત્તર પ્રદેશ સરકાર અંતર્ગત ૈંછજી અધિકારી હશે. તે વ્યક્તિ રાજ્ય સરકારના સચિવ પદથી નીચે નહીં હોય. તેઓ પણ એક હોદ્દાની રૂએ સભ્ય હશે.
૧૪. અયોધ્યા જિલ્લાના ડિસ્ટ્રીક્ટ કલેક્ટર જે સરકારના પૂર્વ કર્મચારી અને હિન્દુ ધર્મના હશે તેમને જ ટ્રસ્ટી બનાવવામાં આવશે. જો કોઇ કારણથી વર્તમાન કલેક્ટર હિન્દુ નહીં હોય તો અયોધ્યાના એડિશનલ કલેક્ટર (હિન્દુ ધર્મ) હોદ્દાની રૂએ સભ્ય રહેશે.
૧૫. રામમંદિર વિકાસ અને પ્રશાસનથી જોડાયેલા મામલાઓના ચેરમેન અને તેની નિયુક્તિ ટ્રસ્ટનું બોર્ડ કરશે. તેમનું હિન્દુ હોવું જરૂરી છે અને સાથે તે પૂર્વ કર્મચારી રહી ચૂક્યા હોવા જોઇએ.
 
નિયમઃ જે ટ્રસ્ટી છે તેમના તરફથી (સીરિયલ નંબર ૨થી ૮ સુધી) ૧૫ દિવસમાં સહમતિ મળી જવી જોઇએ. ટ્રસ્ટી નંબર ૧ આ દરમિયાન ટ્રસ્ટ સ્થાપિત કરીને તેમની સહમતિ આપી ચૂક્યા હશે. તેમને સીરિયલ નંબર ૨થી સીરિયલ નંબર ૮ સુધીના સભ્યો તરફથી ટ્રસ્ટ બન્યાના ૧૫ દિવસની અંદર સહમતિ લેવી પડશે.
 
આ ટ્રસ્ટ શા માટે બનાવવામાં આવ્યું છે?
ટ્ઠ) અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર બનાવવા માટે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મંદિર નિર્માણ સંબંધિત તમામ કાર્યવાહી અને સમસ્યાઓના ઉકેલ માટે.
હ્વ) મોટું પાર્કિંગ, શ્રદ્ધાળુઓ માટે સારી સુવિધા, સુરક્ષા માટે અલગથી જગ્યા, પરિક્રમા માટે યોગ્ય વ્યવસ્થા કરવી પડશે. શ્રદ્ધાળુઓ માટે દરેક પ્રકારની સુવિધા જેમ કે અન્નક્ષેત્ર, ગૌશાળા, પ્રદર્શન, મ્યૂઝિયમ અને ધર્મશાળાની વ્યવસ્થા કરવી પડશે.
(ષ્ઠ) કાયદેસર રીતે ટ્રસ્ટ શ્રદ્ધાળુઓની સુવિધાઓ અને મંદિર નિર્માણ માટે પૈસા અને અન્ય મહત્વપૂર્ણ ચલ-અચલ સંપત્તિઓને ખરીદીને અથવા તો દાન તેમજ અન્ય રીતે ચીજોને એકઠી કરશે. તેમની દેખરેખની વ્યવસ્થા કરશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.