
રાજ્યસભાની ૫૫ સીટોની ચૂંટણી માટે ૨૬ માર્ચે મતદાન
નવી દિલ્હી: રાજ્યસભાની ચૂંટણીને લઇને હવે રાજકીય ગરમી ચરમસીમા પર પહોંચી ગઇ છે. રાજ્યસભામાં ૧૭ રાજ્યોને આવરી લેતી ૫૫ સીટો માટે ચૂંટણી યોજાનાર છે. આના માટે ઉમેદવારી પત્રો નોંધાવવાની પ્રક્રિયા શરૂ થયા બાદ રાજકીય ગરમી વધી ગઇ છે. રાજ્યસભાની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોએ તમામ તાકાત લગાવી દીધી છે. આ સીટો પર ૨૬મી માર્ચના દિવસે મતદાન યોજાનાર છે. ઉમેદવારી પત્ર દાખલ કરવાની છેલ્લી તારીખ ૧૩મી માર્ચ રાખવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સહિતના તમામ પક્ષોએ આક્રમક તૈયારી કરી લીધી છે. પોતાની પાર્ટીના પ્રતિનિધીત્વને રાજ્યસભામાં વધારી દેવા માટે પક્ષો તૈયાર છે. રાજ્યસભાની ચૂંટણીના કારણે જ મધ્યપ્રદેશ સરકારમાં હલચલ તેજ થઇ ગઇ છે. રાજ્યસભામાં ૧૭ રાજ્યોની ૫૫ સીટો રહેલી છે. ૫૫ સીટો પર રહેલા સભ્યોની અવધિ એપ્રિલમાં ખતમ થઇ રહી છે. એપ્રિલમાં મહારાષ્ટ્રમાં સાત સીટો રહેલી છે.રાજસ્થાનમાં ત્રણ સીટો પર અવધિ નવમી એપ્રિલના દિવસે પૂર્ણ થઇ રહી છે. મેઘાલયમાં એક સીટ પર અવધિ ૧૨મી એપ્રિલના દિવસે પૂર્ણ થઇ રહી છે. રાજ્યસભાની ખાલી થઇ રહેલી સીટોની વાત કરવામાં આવે તો હાલમાં ૧૫ સીટો ભાજપની પાસે અને ૧૩ સીટો કોંગ્રેસની પાસે રહેલી છે. જેડીયુ પાસે ત્રણ સીટો રહેલી છે. બીજેડીની પાસે બે સભ્યો રહેલા છે. અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે એનસીપી, શિવ સેના અને તૃણમુળ કોંગ્રેસ જેવા પક્ષો પાસેથી ૧૮ સભ્યોની અવધિ પૂર્ણ થઇ રહી છે. રાજ્યસભાના નાયબ અધ્યક્ષ હરિવંશ સિંહ, કેન્દ્રિય પ્રધાન રામદાસ અઠવાલે, એનસીપીના નેતા શરદ પવાર જેવા નેતાઓની અવધિ પૂર્ણ થઇ રહી છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જારદાર ખેંચતાણ ચાલી રહી છે. હાલમાં મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર પર સકંટના વાદળો ઘેરાઇ ગયા હતા. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જુથબંધી અને આંતરિક ખેંચતાણ વધારે જાવા મળે છે. મધ્યપ્રદેશમાં હાલમાં રાજકીય ઘટનાક્રમના કારણે રાજ્યસભાની ચૂંટણી કોંગ્રેસ માટે મુશ્કેલરૂપ બની રહી છે. આના કારણે ઉમેદવારોની પસંદગીમાં તકલીફ થઇ રહી છે. ચૂંટણીઁ માટે કોંગ્રેસની તો હજુ સુધી બેઠક પણ થઇ શકી નથી. આવી Âસ્થતીમાં ઉમેદવારોની નોંધણીના એક દિવસ પહેલા ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. સુત્રોના કહેવા મુજબ આના માટે પાર્ટીની અંદર ચાલી રહેલી ખેંચતાણ ખુબ ખતરનાક બની રહી છે. કોંગ્રેસ હાઇ કમાન્ડ સામે સૌથી મોટી સમસ્યા અને પડકાર એ છે કે લોકસભા ચૂંટણીમાં હારી ગયેલા મોટા નેતાઓ રાજ્યસભામાં જવા માટે ઇચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો પ્રદેશના જાતિગત સમીકરણને ધ્યાનમાં લઇને આગળ વધી રહ્યા છે. જેથી તેઓ સ્થાનિક નેતાઓને મહત્વ આપી રહ્યા છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સ્થાનિક નેતાઓ વચ્ચે જારદાર ખેંચતાણની Âસ્થતી રહેલી છે. રાજ્યસભામાં જવા માટે કેટલાક નેતાઓ જારદાર લોબી ચલાવી રહ્યા છે. છેલ્લા એક મહિનાના ગાળા દરમિયાન એવા કેટલાક કોંગ્રેસી નેતાઓ સોનિયા ગાંધી સમક્ષ રજૂઆત કરી ચુક્યા છે. આ નમેતાઓ તેમના સમર્થકો સાથે જારદાર લોબી ચલાવી
રહ્યા છે.