
રશિયન હેકર્સ પાસેથી ક્રેડિટ કાર્ડનો ડેટા ખરીદ્યો, દેશભરમાં ઘણા લોકો સાથે કરોડોની છેતરપિંડી; ઈન્દોરમાં ૨ આરોપીની ધરપકડ
ઈન્દોરઃ રશિયન હેકર્સની વેબસાઈટ પરથી ભારતીયોના ક્રેડિટ કાર્ડનો ડેટા ખરીદીને તેમની સાથે છેતરપિંડી કરનારા બે હેકર્સને મધ્યપ્રદેશ સાઈબર સેલે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ ગત દિવસોમાં ફેસબુક પર આવનારી એક જાહેરાતની ચુકવણી ચોરી કરેલા ક્રેડિટ કાર્ડની મદદથી કરી હતી. બન્ને દેશભરમાં ઘણા લોકોને આવી રીતે ઠગી ચુક્યા છે. આ બન્ને પાસેથી ૭૦૦ ક્રેડિટ-ડેબિટ કાર્ડનો ડેટા મળી આવ્યો છે. આરોપીઓએ પુછપરછમાં જણાવ્યું કે, અંડરગ્રાઉન્ડ ઓનલાઈન સાઈટ્સ પર ડેબિટ-ક્રેડિટ કાર્ડનો ડેટા ખરીદવા-વેચવા માટે આ લોકો બિટ કોઈન વોલેટનો ઉપયોગ કરતા હતા.સાઈબર સેલ એસપી જિતેન્દ્ર સિંહના જણાવ્યા પ્રમાણે, પીડિત અનૂપ તિવારીએ ૯ ડિસેમ્બરે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના ૐડ્ઢહ્લઝ્ર બેન્કના ક્રેડિટ કાર્ડથી ૨૧,૧૮૮ રૂપિયાનું ટ્રાન્જેક્શન થયું હતું, પરંતુ ન તો્ઁ મળ્યો અને ન તો તેમણે કોઈને તેમના કાર્ડની માહિતી આપી હતી. આ મામલાની તપાસમાં જાણવા મળ્યું કે અનૂપનું ક્રેડિટ કાર્ડનો ડેટા રશિયન હેકર્સે ચોરી કરીને સાઈબર દુનિયાના ગ્રે માર્કેટ તરીકે ઓળખાતા ‘અંડર ગ્રાઉન્ડ માર્કેટ’પર અપલોડ કરી દીધો હતો, જેને આરોપી ચિરાગ અને મુકુલે ૮ ડોલર(લગભગ ૬૦૦ રૂપિયા)માં ખરીદ્યો હતો.ઈન્ટરનેશનલ ટ્રાન્જેક્શનમાં્ઁની જરૂર નથી પડતીઃપોલીસચિરાગ અને મુકુલે પીડિતાન ક્રેડિટ કાર્ડથી ફેસબુક પર આવતી એક જાહેરાતની ચુકવણી કરી હતી. તેઓ દેશભરના ઘણા લોકોને કરોડો ચૂનો લગાવી ચુક્યા છે. તેમની પાસે ૭૦૦ લોકોના ક્રેડિટ -ડેબિટ કાર્ડનો ડેટા પણ મળ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આંતરરાષ્ટ્રીય વેબસાઈટ પર ઓનલાઈન ટ્રાન્જેક્શન માટે્ઁની જરૂર પડતી નથી. આ લોકો ક્રેડિટ કાર્ડ દ્વારા આ વાતનો જ ફાયદો ઉઠાવે છે. આરોપીઓએ ડિઝીટલ જાહેરાતના સર્વિસ પ્રોવાઈડર બનવા માટે ફેસબુક સાથે ટાઈઅપ કર્યું હતું. વિજ્ઞાપન પ્રસારિત કરવા માટે તેઓ ક્રેડિટ કાર્ડ ડેટાની મદદથી ફેસબુકને ઓનલાઈન પેમેન્ટ કરતા હતા.નોકરી છોડીને બન્ને આરોપીઓએ કંપની બનાવી, ઓફિસમાં ૩૮ લોકોપોલીસે જણાવ્યું કે, આરકોપી ચિરાગે કોમ્પ્યુટર એન્જિનીયરીંગથી પોલીટેક્નિક ડિપ્લોમા કર્યું છે. સાથે જ મુકુલે ઈલેક્ટ્રોનિક્સ એન્જિનીયરીંગથી પોલીટેક્નિકનો અડધો કોર્સ કર્યો છે. બન્ને કોમ્પ્યુટર સોફ્ટવેર હેકિંગના માસ્ટર છે. ચિરાગ ૨૦૧૭માં ઈન્દોર આવ્યો હતો. તે ઈન્દોરમાં વિટ્ટીફીટ કંપનીમાં યૂટ્યુબ ઈન્ચાર્જ હતો. તો મુકુલ ચીફ ગ્રોથ ઓફિસર હતો. થોડા વર્ષ પહેલા બન્નેએ નોકરી છોડીને પોતાની ‘રોઈરિંગ વોલ્ફ મીડિયા પ્રાઈવેટ લિમીટેડ’કંપની શરૂ કરી હતી. ઈન્દોરના શેખર સેન્ટ્રલ મોલમાં ૯માં માળે ઓફિસ બનાવાઈ, અહીંયા ૩૮ લોકો નોકરી કરે છે.