મોદીએ વિભાજનનો ઉલ્લેખ કરતા કહ્યું- કોઈને વડાપ્રધાન બનવું હતું, એટલા માટે ભારતના નકશાના ભાગલા પાડી દેવાયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ ગુરુવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર થયેલી ચર્ચાનો જવાબ આપ્યો હતો. એક કલાક 40 મિનિટના ભાષણમાં મોદીએ વિપક્ષ પર ઘણા પ્રહારો કર્યો હતો. વિભાજનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, કોઈ (જવાહરલાલ નહેરુ)ને વડાપ્રધાન બનવું હતું, એટલા માટે ભારતની જમીનના ભાગલા પાડી દીધા. આ દરમિયાન તેમણે કહ્યું કે, એક સવાલ વારંવાર આવી રહ્યો છે કે સરકારને કામની આટલી ઉતાવળ શા માટે છે? મોદીએ જાણીતા કવિ સર્વેશ્વર દયાળ સક્સેનાની એક કવિતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘રૂઢી પ્રમાણે નબળા અને હારેલા લોકો ચાલે છે, અમને તો અમારા બનાવેલા રસ્તાથી જ પ્રેમ છે’.મોદીએ રાહુલ ગાંધીના ડંડા વાળા નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. જેના વળતા જવાબ રૂપે રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીની સ્ટાઈલ દેશની જનતાનું કરોડો મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવે છે. તે કોંગ્રેસ વિશે, જવાહરલાલ વિશે, પાકિસ્તાન વિશે વાત કરે છે પણ દેશના કરોડો મુદ્દાઓ વિશે વાત કરતા નથી.
 
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 31 જાન્યુઆરીએ સંયુક્ત સત્રમાં અભિભાષણ દરમિયાન અનુચ્છેદ 370 અને 35A હટાવવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સરકારના આ ઐતિહાસિક નિર્ણય જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિકાસ માર્ગ ખુલી શકશે. રાષ્ટ્રપતિએ એવું પણ કહ્યું હતું કે, ભારતમાંથી સૌથી વધારે 2 લાખ મુસ્લિમ હજ માટે જાય છે. ભારત દુનિયાનો એકલો એવો દેશ છે, જ્યાં હજની પ્રક્રિયા ડિજીટલ છે.
 
       વડાપ્રધાન બનવાની ઈચ્છા કોઈ પણની હોય શકે છે. જેમાં કંઈ ખોટું નથી. પરંતુ કોઈને વડાપ્રધાન બનવું હતું, એટલા માટે ભારતના નકશાના ભાગલા પાડી દીધા હતા. લાખો હિન્દુઓ અને શીખ પર અત્યાચાર થયા. ભૂપેન્દ્ર કુમાર દત્ત એક સમયે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટિના સચિવ હતા. જેલમાં તેમણે 78 દિવસ ભૂખ હડતાળ કરી હતી. તે પાકિસ્તાનમાં રહી ગયા હતા. ભાગલાના તરત બાદ બંધારણ સભામાં તેમણે લઘુમતીઓની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. બાદમાં સ્થિતિ ખરાબ હોવાના કારણે દત્તે ભારતમાં શરણ લેવી પડી હતા.
       પીએમ મોદીએ કહ્યું કે, સરકાર બદલી છે, સરોકાર પણ બદલવાની જરૂર છે. નવા વિચારની જરૂર છે. પરંતુ આપણે પહેલાની જૂની રૂઢિ પ્રમાણે ચાલતા અને એ રસ્તાઓ પર ચાલવાની આદત પડી ગઈ હોત તો કદાચ 70 વર્ષ બાદ પણ આ દેશમાંથી અનુચ્છેદ 370 નાબૂદ ના થતો. અને મુસ્લિમ બહેનોને ત્રણ તલાકની તલવાર ડરાવતી રહેતી. રામ જન્મભૂમિ આજે પણ વિવાદોમાં રહેતી. કરતારપુર સાહિબ કોરિડોર ક્યારેય ન બનતો અને ન તો બાંગ્લાદેશ સાથે સરહદ વિવાદનો નિવેડો આવતો.
      આજે દુનિયાને ભારતને અપેક્ષા છે. જો અમે પડકારોને પડકાર ન આપતા તો કદાચ દેશને અનેક સમસ્યાઓથી ઝઝુમવું પડ્યું હોત. જો કોંગ્રેસના રસ્તા પર ચાલતા તો 50 વર્ષ પછી પણ શત્રુ સંપત્તિ માટે રાહ જોવી પડતી. 28 વર્ષ બાદ પણ બેનામી સંપત્તિ કાયદાની રાહ પણ ખતમ ન થતી. ફાઈટર જેટની રાહ પણ ખતમ ના
       મોદીએ કહ્યું કે, પૂર્વોત્તર અમારા માટે માત્ર એક વિસ્તાર નથી. ત્યાંના એક એક નારિકા સાથે આગળ વધવાની તક મળી અને દિલ્હી તેમના દરવાજે પહોંચી ગઈ. સતત અમારા મંત્રી ત્યાં ગયા અને લોકો સાથે સંવાદ કર્યો. ત્યાંના લોકોને રસ્તા, વીજળી, ટ્રેન અને સેવાઓ આપવામાં આવી છે. પ્રયાસ તો પહેલા પણ કરાયા અને આજે પણ થઈ રહ્યા છે. પહેલા પૂર્વોત્તરમાં સૂર્ય તો ઉગતો હતો પણ સવાર નહોતી પડતી.
        અધીરજી (કોંગ્રેસ નેતા) બંગાળમાં શું ચાલી રહ્યું છે, એ વાત ખોલીશ તો તમને મુશ્કેલી થશે. ત્યાંના લોકોને મારી નાંખવામાં આવે છે. કોંગ્રેસના સમયે બંધારણની શું સ્થિતિ હતી. જો આપણા જેવા વિચારતા તો જમ્મુ-કાશ્મીરમાં ભારતનું બંધારણ લાગુ કરવા માટે શા માટે રોકાયેલા રહ્યાં? શશિજી(શશી થરુર) તમે તો જમ્મુ કાશ્મીરના જમાઈ હતા. ત્યાંની દીકરીઓને અધિકાર કેમ ન અપાવ્યો?
        કોંગ્રેસનો મંત્ર હોવો જોઈએ-બંધારણ બચાવો, તમારે આ દિવસમાં 100 વખત બોલવું જોઈએ. કટોકટી દરમિયા તમને બંધારણની યાદ નહોતી આવી. જેમને વારં વારં બંધારણમાં ફેરફાર કર્યો, કાજ્ય સરકારોને બરતરફ કરી, તેમણે તો બંધારણ બોલવાની જરૂર છે.
          વડાપ્રધાને કહ્યું કે, અમે મોંઘવારીને નિયંત્રણમાં રાખી છે. આ અંગે વિપક્ષના સભ્યોએ હોબાળો કર્યો. તેમણે કહ્યું કે, અમે નાણાકીય ખોટને કાબુમાં રાખી છે. માઈક્રો ઈકોનોમિક સ્તર પર સ્થિરતા છે. અમે રોકાણકારોનો વિશ્વાસ વધારવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. દેશની અર્થવ્યવસ્થા મજબૂત થઈ શકે તેના માટે અમે ઘણા પગલા ભર્યા છે.
            મોદીએ કહ્યું કે, જ્યારે વિપક્ષ મને પુછે છે કે આ કામ શા માટે નથી થયું, તો તેમને હું ટીકાકારની જેમ નથી સમજતો, પણ હું તેને માર્ગદર્શન તરીકે લઉં છું કારણ કે તમે સૌએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ જ વ્યક્તિ કંઈક કરશે. હું બધું જ કરીશ પરંતુ એક કામ નહીં કરું, જે છે તમારી બેરોજગારી ખતમ કરવાનું.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.