મહિલા એન્જિનિયરે કરી માતાની હત્યા, ભાઇને ચાકુ મારી બોયફ્રેન્ડ સાથે ફરાર

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કર્ણાટકના બેંગલુરુમાં ૩૩ વર્ષની એક મહિલા એન્જિનિયરે પોતાની માતાની કથિત રીતે ચાકૂ મારીને હત્યા કરી દીધી અને ભાઈને ચાકૂ મારીને ગંભીર રીતે ઘાયલ કરી દીધો. ત્યારબાદ તે પોતાના દોસ્તની સાથે અંદમાન ફરવા જતી રહી. ત્યાં સુધી કે આ કેસથી જોડાયેલી વધુ જાણકારી મેળવવા માટે પોલીસ અધિકારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.અમૃતા પર ૨ ફેબ્રુઆરીએ પોતાની ૫૨ વર્ષની માતાની હત્યાનો આરોપ છે. તેની પર આરોપ છે કે તેણે પોતાની માતા અને ભાઈ હરીશ પર ચાકૂથી હુમલો કર્યો અને તેમને મરતાં મૂકીને ત્યાંથી ભાગી ગઈ જ્યાં થોડે દૂર જ તેનો બોયફ્રેન્ડ બાઇક પર તેની રાહ જોઈ રહ્યો હતો. ત્યારબાદ આ બંને એરપોર્ટ ચાલ્યા ગયા અને પાંચ દિવસના બ્રેક માટે પહેલાથી બુક સવારે ૬ઃ૩૦ વાગ્યાની પોર્ટબ્લેરની ફ્લાઇટ પકડી લીધી. અમૃતાના ભાઈએ તેના ગયા બાદ કોઈક રીતે પોલીસને ફોન કરીને મદદ માંગી.સૂત્રોથી મળેલી જાણકારી મુજબ હત્યા પાછળનું કારણ પૈસા કે કોઈ પ્રકારનો બદલો લેવાનો નહીં પરંતુ મનોવૈજ્ઞાનિક હતું. પોલીસઅધિકારીઓની પૂછપરછ બાદ જાણવા મળ્યું કે અમૃતા પરિવારના મોટા દેવાથી હેરાન થઈ ચૂકી હતી. ૪ લાખ રૂપિયાનું આ દેવું ૨૦૧૩માં અમૃતાના પિતાની સારવાર માટે થયું હતું જેમને ફેફસાંનું કેન્સર હતું. સમયની સાથે જેમ જેમ પરિવારના સભ્‍ય દેવાની ચૂકવણી કરવામાં નિષ્ફળ રહ્યું તેથી દેવું લગભગ ૧૮ લાખ રૂપિયા થઈ ગયું.અમૃતા પોતાના પરિવારને આ મુશ્કેલીમાં નહોતી મૂકવા માંગતી તેથી તેણે પોતાની માતા અને ભાઈની હત્યા કરવાનો નિર્ણય લીધો અને બાદમાં આત્મહત્યા કરવાનું નક્કી કર્યું. આ પહેલા નક્કી કરવામાં આવેલી ટ્રિપ કદાચ તેની છેલ્લી રજાઓ હતી જે તેણે પોતાના મોત પહેલા પોતાના બોયફ્રેન્ડની સાથે પસાર કરવા માટે પ્લાન કરી હતી.જોકે રાવને હત્યા વિશે જાણકારી હતી અને તે તેના પ્લાનિંગનો હિસ્સો હતો અને તે પરત ફર્યા બાદ તેના આત્મહત્યના પ્લાન વિશે પણ જાણતો હતો, તેના વિશે હાલ કોઈ પુષ્ટિ નથી થઈ.અમૃતા અને રાવ ૨૦૧૭ સુધી સોફ્ટવેર કંપનીમાં સાથે કામ કરતા હતા. બાદમાં અમૃતાએ નોકરી છોડી દીધી. ત્યારબાદથી તે સતત કોઈ કામ નહોતી કરતી. પરંતુ વચ્ચે-વચ્ચે અસાઇમેન્ટ કરતી હતી. યુવતીનો ભાઈ હરીશ પણ શહેરના વાઇડફીલ્ડ વિસ્તારની એક પ્રાઇવેટ કંપનીમાં ટેકનીકલ એક્સપર્ટ તરીકે કામ કરતો હતો.નોંધનીય છે કે, અમૃતાએ હુમલો કરતાં પહેલા પોતાની માતા અને ૩૦ વર્ષીય ભાઈને જણાવ્યું હતું કે તેની ટ્રાન્સફર હૈદરાબાદ કરવામાં આવી છે અને તેને કદાચ ત્યાં જવું પડે. તેના ભાઈએ પોલીસને જણાવ્યું કે સોમવાર સવારે તેણે પોતાની બહેનને કંઈક શોધતા જોઈ તો તેની મદદ કરવાની વાત કહી પરંતુ તેણે ઇન્કાર કરી દીધો. તેના ભાઈએ પોલીસને જણાવ્યું કે, થોડીક મિનિટો બાદ યુવતીએ ભાઈ પર જીવલેણ હુમલો કરી દીધો અને જ્યારે તે મદદ માટે બૂમો પાડી અને માતાને બોલાવી તો યુવતીએ માતાની હત્યા કરી દીધી.ભાઈએ જણાવ્યું કે જ્યારે તે ઊંઘી રહ્યો હતો તો તે રૂમમાં ઘૂસી આવી. જ્યારે મેં તેને પૂછ્યું કે તે આવું કેમ કરી રહી છે તો તેણે કહ્યું કે તેણે ૧૫ લાખ રૂપિયાની લોન લીધી છે અને લોન આપનારા લોકો તેના પરિવારને બદનામ કરશે. યુવકે જણાવ્યું કે, યુવતીએ કહ્યું કે આવા જીવવાથી તો તે મરી જવું સારું. મહિલાએ એમ પણ કહ્યું કે જે લોકો પાસેથી તેણે પૈસા લીધા છે તે ઘરે આવીને પંસા માંગીને ધમકી આપી રહ્યા છે. તેના ભાઈએ પોલીસને જણાવ્યું કે બહેને માતાને ચાકૂ માર્યું, સળીયાથી હુમલો કર્યો અને પછી ભાગી ગઈ.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.