મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં 42 લોકસભા બેઠકના ઉમેદવારોની જાહેરાત કરી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

TMCએ 42 લોકસભા ઉમેદવારોની જાહેરાત કરી:ગુજરાતી ક્રિકેટર યુસુફ પઠાણ, શત્રુઘ્ન સિંહા અને કીર્તિ આઝાદને મેદાનમાં ઉતાર્યા, નુસરત જહાં-મીમી ચક્રવર્તીની ટિકિટ કપાઈ

તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ રવિવારે પશ્ચિમ બંગાળમાં 42 લોકસભા બેઠકના ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ બહેરામપુર સીટથી કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી સામે ક્રિકેટર યુસુફ પઠાણને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ બસીરહાટથી અભિનેત્રી નુસરત જહાંની ટિકિટ કાપી છે.

પ.બંગાળમાં 42 લોકસભા બેઠકના ઉમેદવારોની જાહેરાત કરી

  • કૂચ બિહારથી જગદીશ ચંદ્ર બસુ
  • બહેરામપુરથી યુસુફ પઠાણ
  • આસનસોલથી શત્રુઘ્ન સિંહા
  • ​​​​​​​દુર્ગાપુરથી કીર્તિ આઝાદ
  • ​​​​​​​​​​​​​​​​​​​અલીપુરદ્વારથી પ્રકાશ ચિક બરાઈક
  • ​​​​​​​​​​​​​​​​​​​​​જલપાઈગુડીથી નિર્મલ ચંદ્ર રોય
  • ​​​​​​​દાર્જિલિંગથી ગોપાલ લામા
  • રાયગંજથી કૃષ્ણા કલ્યાણી
  • બાલુરઘાટથી બિપ્લબ મિત્રા
  • માલદા ઉત્તરથી પ્રસૂન બેનર્જી
  • ​​​​​​​માલદા દક્ષિણથી શાહનવાઝ અલી રેહાન
  • જાંગીપુરથી ખલીલુર રહેમાન
  • કૃષ્ણનગરથી મહુઆ મોઇત્રા
  • ​​​​​​​રાણાઘાટથી મુકુટ મણિ અધિકારી
  • દમદમથી સૌગતા રાય
  • બીરભૂમથી શતાબ્દી રાય
  • હુગલીથી રચના બેનર્જી
  • ​​​​​​​જાદવપુરથી સયોની ઘોષ.
  • ડાયમંડ હાર્બરથી અભિષેક બેનર્જી

​​​​​​​​​​​​​તૃણમૂલ કોંગ્રેસ રવિવારે (10 માર્ચ)થી લોકસભા ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી મમતા બેનર્જીની રેલીમાં સંબોધન કર્યું છે. આ રેલીને જન ગર્જન સભા નામ આપવામાં આવ્યું હતું.

રેલીને સંબોધન કરતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે આજે હું બંગાળની 42 લોકસભા સીટો માટે તૃણમૂલના 42 ઉમેદવારોને તમારી સામે લઈને આવીશ. મમતાનો વિપક્ષના I.N.D.I ગઠબંધનમાં સામેલ છે, પરંતુ રાજ્યની તમામ બેઠકો પર એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પાર્ટીના સાંસદ અભિષેક બેનર્જી પણ રેલીમાં હાજર છે. ટીએમસીએ આ મેગા ઈવેન્ટ માટે ખાસ તૈયારીઓ કરી હતી. ત્રણ પ્લેટફોર્મ અને ક્રોસ રેમ્પ બનાવવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.