ભારતમાં ૩ મે સુધી લોકડાઉન વધારાયું, કોરોના પર વિજય મેળવવા સાત વચન માંગ્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી : દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનને મંગળવારે ૨૧ દિવસ પુરા થઈ ગયા છે. જેના ભાગ રૂપે વડાપ્રધાન મોદી ૧૪ એપ્રિલે સવારે ૧૦ વાગ્યે દેશને સંબોધન શરૂ કર્યું છે. કોરોના વાઈરસ પર આ તેમનું ૨૬ દિવસમાં દેશના નામે ચોથું સંબોધન છે. આજના સંબોધનમાં વડાપ્રધાને દેશમાં ૩ મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, આપણે હવે પહેલાં કરતાં પણ વધારે સતર્કતા રાખવાની છે. જે જિલ્લામાં કોરોના વાઈરસના કેસ ઘટશે અથવા સંપૂર્ણ બંધ થશે ત્યાં ૨૦ એપ્રિલથી અમુક શરતો સાથે છૂટ આપવામાં આવશે. પરંતુ જો ત્યાં ફરી કોઈ કોરોનાનો કેસ સામે આવશે તો ત્યાંથી શરતો દ્વારા આપવામાં આવેલી છૂટ પણ પરત લેવામાં આવશે.
 
વિજય માર્ગ મેળવવા સપ્તપદીના સાત વચન વડાપ્રધાન મોદીએ માંગ્યા
૧) પોતાના ઘરના વૃદ્ધોનું વિશેષ ધ્યાન રાખો, એવા વ્યક્તિઓ જે બીમાર હોય તેમની એક્સ્ટ્રા કેર કરવી
૨) લોકડાઉન- સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવાનું છે
૩) રોગપ્રતિકારક શક્તિ વધારવી
૪) કોરોના ઈન્ફેક્શન રોકવા માટે આરોગ્ય સેતુ મોબાઈલ એપ ડાઉનલોડ કરો 
૫) શક્ય હોય એટલું ગરીબ પરિવારની મદદ કરવી, તેમના ભોજનની જરૂરિયાત પૂરી કરવી
૬) વ્યવસાય-ઉદ્યોગમાં સાથે કામ કરતાં લોકો પ્રત્યે સંવેદના રાખવી, કોઈને નોકરીમાંથી ન કાઢવા
૭) કોરોના યોદ્ધા- ડોક્ટર, નર્સ, સફાઈ કર્મચારી, પોલીસોનું આદર સન્માન કરવું

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.