ભારતમાં કોરોના કેસો વધીને ૭૩ થયા : ૧૨થી વધુ રાજ્યો સકંજામાં

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી : ભારતમાં  પણ કોરોના વાયરસના કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. આ જીવલેણ વાયરસથી અસરગ્રસ્ત લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ભારતમાં હવે ૧૨થી વધુ રાજ્યો કોરોના વાયરસના સકંજામાં આવી ચુક્યા છે. આ સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ૧૨ રાજ્યોને આવરી લેતા કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને ૭૩ ઉપર પહોંચી છે. સૌથી વધુ કેરળમાં ૧૭ કેસ સપાટી ઉપર આવી ચુક્યા છે જ્યારે ઉત્તરપ્રદેશમાં ૧૦ અને મહારષ્ટ્રમાં ૧૧ પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. લડાખમાં ત્રણ કેસ અને દિલ્હીમાં છ કેસ નોંધાઈ ચુક્યા છે. ભારતમાં ભારતીય નાગરિકો જે કોરોના વાયરસના સકંજામાં આવ્યા છે તેમની સંખ્યા ૫૬ છે જ્યારે વિદેશી નાગરિકો જે ભારતમાં છે અને કોરોનાના સકંજામાં આવ્યા છે તેમની સંખ્યા ૧૭ નોંધાઈ છે. ૧૨ રાજ્યોમાં હલત કફોડી બનેલી છે. આંકડાની વાત કરવામાં આવે તો આજની તરીખ સુધી ભારતભરમાં જુદા જુદા વિમાની મથક પર કુલ યાત્રીઓની સ્ક્રીનિંગની સંખ્યા ૧૦૫૭૫૦૬ સુધી પહોંચી છે. આજે દિલ્હી સરકાર દ્વારા કેટલાક મોટા નિર્ણયો કરવામાં આવ્યા હતા. ભારતમાં કોરોના વાયરસના સંદર્ભમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધન દ્વારા આજે માહિતી આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, ૭૩ પૈકી ૧૭ દર્દી વિદેશી છે. આ તમામની સારવાર ચાલી રહી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.