
ભારતમાં: કોરોનાના કુલ ૭૨૦ કેસ અંદમાનમાં બીજો સંક્રમિત મળ્યો
કોરોનાવાઈરસ દેશના લગભગ તમામ ભાગમાં ફેલાઈ રહ્યો છે. અંદમાન-નિકોબારમાં બીજો કરોના પોઝિટિવ કેસ મળ્યો છે. આ પહેલા ગુરુવારે ચેન્નાઈથી પરત ફરેલો એક વ્યક્તિ સંક્રમિત હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. બીજી તરફ સંક્રમણની ચેન તોડવા માટે કરવામાં આવેલા લોકડાઉનને સમગ્ર દેશ સહયોગ કરી રહ્યો છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આજે શુક્રવારની નમાઝ મસ્જિદમાં અદા કરવાની જગ્યાએ ઘરોમાં અદા કરવાની અપીલ કરી છે. દેશમાં કોરોનાના સંક્રમણના અત્યાર સુધીમાં ૭૨૦ કેસ પ્રકાશમાં આવ્યા છે. ૧૯ લોકોના મોત થઈ ચુક્યા છે. ગુરુવારે એક દિવસમાં સૌથી વધુ ૬ લોકોએ જીવ ગુમાવ્યા છે.