ભારતમાં અત્યાર સુધી ૧ હજાર ૩૪૭ કેસઃ એક દિવસમાં સૌથી વધારે ૨૦૮ સંક્રમિતોની ભાળ મળી.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ સંક્રમણના સોમવારે સૌથી વધારે ૨૦૮ કેસ સામે આવ્યા હતા. આ પહેલા ૨૭ માર્ચે ૧૫૧ કેસ સામે આવ્યા હતા. સોમવારે મહારાષ્ટ્રમાં ૩૫ અને કેરળમાં ૩૨ દર્દી મળ્યા હતા. આ ઉપરાંત દિલ્હીમાં ૨૫, ઉત્તરપ્રદેશમાં ૨૪,ચંદીગઢમાં ૫. પંજાબમાં ૩, આંધ્રપ્રદેશમાં ૨, છત્તીસગઢ, પશ્વિમબંગાળ, હરિયાણા અને આંદામાન-નિકોબારમાં ૧-૧ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે કુલ સંક્રમિતોની સંખ્યા ૧ હજાર ૩૪૭ થઈ ગઈ છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. સરકારના આંકડામાં અત્યાર સુધી સંક્રમિતોની સંખ્યા ૧૨૫૧ છે. જેમાંથી ૧૦૧ સ્વસ્થ થઈ ગયા છે. 
 
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- સંક્રમણ હાલ કોમ્યુનિટી લેવલ પર નથી પહોંચ્યું  સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું કે, દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ હાલ કોમ્યુનિટી લેવલ પર નથી પહોંચ્યું  આ લોકલ લેવલ પર ટ્રાન્સમિટ થઈ રહ્યું છે. મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, સમાજના દરેક વ્યક્તિએ સહયોગ કરવો પડશે, નહીં તો અત્યાર સુધી સંક્રમણને રોકવા માટે જે પણ પરિણામ સામે આવ્યા છે, તે બધું બાતલ જશે. તેમણે અત્યારથી અપીલ કરી છે કે ૧૦૦ ટકા લોકો અલર્ટ રહે અને દેશને આ બિમારીમાંથી મુક્ત કરવા માટે પોતાનું યોગદાન આપે. લવ અગ્રવાલે કહ્યું કે, જો કોઈને શંકા છે કે તેને સંક્રમણ છે તો મહેરબાની કરીને તેને છુપાવશો નહીં.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.