ભારતમાં અત્યાર સુધીમાં ૭૬૦૦ કેસઃ સતત બીજા દિવસે ૮૦૦થી વધારે કેસ આવ્યા, મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૨૧૦ દર્દી મળ્યા
નવી દિલ્હી : દેશમાં સતત બીજા દિવસે એટલે કે શુક્રવારે કોરોના સંક્રમણના ૮૦૦થી વધારે કેસ સામે આવ્યા છે. શુક્રવારે એક દિવસમાં ૮૬૯ નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં ૨૧૦ નવા કેસ મળ્યા. અગાઉના દિવસે એટલે કે ગુરુવારે દેશમાં ૮૧૩ કોરોના પોઝિટિવ મળ્યા હતા. મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. અહીં ૨૭ દિવસમાં કોરોનાના કેસ ૧૦૦ ગણી ઝડપથી વધ્યા છે. રાજ્યમાં ૧૪ માર્ચના રોજ કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા ૧૪ હતી, જે ૧૦ એપ્રિલના રોજ વધીને ૧૫૭૪ થઈ ગઈ હતી. દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા ૭૬૦૦ થઈ ગઈ છે.