પ્રમોશનમાં અનામત અંગેની સુપ્રીમ કોર્ટની ટિપ્પણીથી હોબાળો થવાનો અણસાર, રાહુલ ગાંધીએ કહ્યું- અમે રિઝર્વેશન નહીં હટાવવા દઈએ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હીઃ સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં અનામતને મૈલિક અધિકાર ન ગણાવનાર સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાની વિરુદ્ધ વિવાદ શરૂ થઈ ગયો છે. દ્ગડ્ઢછમાં ભાજપની સહયોગી પાર્ટી ન્ત્નઁએ આ ટિપ્પણી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. આ ઉપરાંત મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ અને માકપાના નિર્ણય અંગે અસહમતિ વ્યક્ત કરી અને કેન્દ્ર સરકારને તેમનો પક્ષ સ્પષ્ટ કરવાની માંગ કરી છે. કોંગ્રેસે રવિવારે કહ્યું કે, તે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સહેમત નથી અને તેઓ હવે આ મુદ્દાને સંસદમાં ઉછાળશે. સંસદના બન્ને ગૃહોમાં સોમવારે આ મામલા અંગે હોબાળો થવાના અણસાર છે.આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘ભાજપ અનામત વિરુદ્ધ છે. તે અનામતને બંધારણમાંથી કાઢવા માંગે છે. તે ઈચ્છે છે કે જીઝ્ર-જી્‌ સમુદાય ક્યારેય આગળ ન આવે અને આરક્ષણ મૌલિક અધિકાર ન હોવા વાળો ચુકાદો ભાજપનું કાવતરું છે. ઉત્તરાખંડની સરકારે આ ચર્ચા કરી છે. ઇજીજી-ભાજપ વાળા ભલે ગમે તેટલા સપના જોઈ લે, પરંતુ અમે તેને હટાવા નહીં દઈએ. બંધારણ પર હુમલો થઈ રહ્યો છે. જ્યુડિશિયરી અને લોકતંત્રના મુખ્ય સ્તંભોને એક-એક કરીને નિશાન બનાવાઈ રહ્યા છે.’સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું?સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સરકારી નોકરીમાં પ્રમોશન માટે કોટા અથવા અનામતની માંગ કરવી મૌલિક અધિકાર નથી. જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને જસ્ટિસ હેમંત ગુપ્તાની બેંચે શુક્રવારે કહ્યું કે, સરકારી સેવામાં ઘણા સમુદાયોને યોગ્ય પ્રતિનિધિત્વ ન આપવાનો આંકડો સામે લાવવાની જગ્યાએ રાજ્ય સરકારને એવી જોગવાઈ કરવા માટે મજબૂર ન કરી શકાય. એ રાજ્ય સરકારના વિવેક પર નિર્ભર કરે છે કે તેમને પ્રમોશનમાં અનામત આપવામાં આવે કે નહીં? કોર્ટે ઉત્તરાખંડ સરકારની અપીલ અંગે આ ટિપ્પણી કરી હતી.રાજકીય પાર્ટીઓએ શું કહ્યું?માકપાએ સરકારી નોકરી અને પ્રમોશનમાં અનામતને જરૂરી ગણાવતા કહ્યું કે, સરકાર આને લાગુ કરવામાં આવી રહેલી કાયદાકીય અડચણોને દૂર કરવી જોઈએ. આ ઉપરાંત ભાજપના નેતૃત્વવાળા દ્ગડ્ઢછના પક્ષ લોક જનશક્તિ પાર્ટી(ન્ત્નઁ)એ પણ વિરોધમાં સુર પુરાવ્યો છે. તેમનું કહેવું છે કે સરકાર જો અનામતમાં વચ્ચે આવી રહેલી કાયદાકીય અડચણોને દૂર નહીં કરે તો સંસદમાં મુદ્દો ઉઠાવાશે.કોંગ્રેસ મહાસચિવ મુકુલ વાસનિકે કહ્યું કે, સરકારી પદ જીઝ્ર/જી્‌ની પદસ્થાપના સરકારનો અધિકાર ન હોવો જોઈએ, પરંતુ આ બંધારણ દ્વારા કરવામાં આવેલા મૌલિક અધિકાર છે.
પાર્ટી પ્રવક્તા ઉદિત રાજે કહ્યું કે, આ કેસ જણાવે છે કે ભાજપ શાસિત રાજ્ય અને કેન્દ્ર સરકારમાં મતભેદ છે.કારણ કે આવા જ કેસમાં કેન્દ્રએ પ્રમોશનમાં અનામત આપી છે. મૂળ રીતે ભાજપ દલિતો અને અનામત વિરુદ્ધ છે.મલ્લિકાર્જુન ખડગેએ બેંગલુરુમાં કહ્યું કે, કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી કરે અથવા અનામતને મૌલિક અધિકાર બનાવવા માટે બંધારણમાં સુધારો કરે.ચિરાગ પાસવાનની સરકારને અપીલ- તાત્કાલિક નિર્ણય બદલો, જુની વ્યવસ્થા લાગુ કરોન્ત્નઁ પ્રમુખ ચિરાગ પાસવાને સરકારને સુપ્રીમ કોર્ટના આ આદેશને બદલવાની માંગ કરી છે. દિલ્હીમાં રવિવારે પાસવાને સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી અનામતની વ્યવસ્થા પહેલાની જેમ યથાવત રાખવા માટે કહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણેસ ચિરાગ સોમવારે આ મામલો લોકસભામાં ઉઠાવી શકે છે.કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને સોમવારે રાતે બન્ને ગૃહોના એસસી-એસટી સાંસદોને મિલન સમારોહમાં બોલાવ્યા છે. જેમાં તમામ પક્ષના સાંસદો સામેલ થશે. અહીંયા અનામત પર પણ ચર્ચા કરવામાં આવશે.ગાર્ગી કોલેજ ચેડા મામલામાં છછઁની નોટિસઆમ આદમી પાર્ટીના સંજય સિંહે રાજ્યસભામાં ગાર્ગી કોલેજની ઘટના પર ઝીરો અવર નોટિસ આપી છે. ગાર્ગી કોલેજની વદ્યાર્થીનીઓનો આરોપ છે કે એન્યુઅલ ફેસ્ટિવલ દરમિયાન અજાણ્યા લોકોએ કોલેજમાં ઘુસીને તેમની સાથે ચેડા કરી હતી. દિલ્હી પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.