પાકિસ્તાન તીડના ઉપદ્રવનો અંત લાવવા ભારતમાંથી જંતુનાશકોની આયાત કરે તેવી શક્યતા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

 ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા સાત મહિનાથી દ્વિ-પક્ષીય વ્યાપાર બંધ છે ત્યારે પાકિસ્તાન પોતાને ત્યાં કૃષિક્ષેત્રમાં તીડના ઉપદ્રવનો અંત લાવવા માટે ભારતમાંથી જંતુનાશકોની આયાત કરવા વિચારણા કરી રહ્યું છે. અલબત પાકિસ્તાન ભારતમાંથી જંતુનાશકોની આયાત માટે એક વખત (ર્ંહી-્‌ૈદ્બી) આયાત પરના પ્રતિબંધમાંથી જંતુનાશકોને મુક્તિ આપશે. પ્રધાનમંત્રી ઈમરાનખાનના વડપણ હેઠળ આવતીકાલે યોજાનારી બેઠકમાં ગેસની કિંમત તથા વીજળી બિલ ઉપરાંત તીડનાશક દવાઓની ભારતમાંથી આયાત કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ને નાબૂદ કરવાના ભારતના નિર્ણય બાદ પાકિસ્તાને ભારત સાથે તમામ પ્રકારના વેપાર પર પ્રતિબંધ મુક્યો હતો. એટલે કે ઈઝરાઈલની માફક ભારત સાથે પણ કોઈ જ વ્યાપાર નહીં કરવાનો નિર્ણય કર્યો હતો.તીડના ઉપદ્રવ સામે ભારતે મેળવેલી સફળતાને ધ્યાનમાં પાકિસ્તાન જંતુનાશકોની આયાત કરી શકે છેભારતે પાકિસ્તાન સાથે જોડાયેલી ઉત્તર ગુજરાતની સરહદ પર તીડના ઝુંડના ઉપદ્રવનો સામનો કરવો પડ્યો હતો. તીડને લીધે ગુજરાતમાં ખેડૂતોને કૃષિક્ષેત્રમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. રાજ્યને કેન્દ્ર સરકારની મદદથી તીડના ઉપદ્રવનો અંત લાવવામાં સફળતા મળી હતી. ભારતે તીડના ઉપદ્રવનો અંત લાવવામાં મેળવેલી સફળતાના અનુભવને જોતા પાકિસ્તાન પોતાને ત્યાં તીડની સમસ્યાનો અંત લાવવા ભારત પાસેથી અસરકારક જંતુનાશકોની આયાત કરવા વિચારણા કરી રહ્યું છે

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.