પાકિસ્તાનમાં શાહબાઝ શરીફ દેશના 24માં વડાપ્રધાન બન્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

શાહબાઝ શરીફ બીજી વખત પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા: શાહબાઝે કહ્યું- મારા પર વિશ્વાસ કરવા બદલ આભાર; હવે અમે પાકિસ્તાનને આત્મનિર્ભર બનાવીશું પાકિસ્તાનમાં શાહબાઝ શરીફ દેશના 24માં વડાપ્રધાન બન્યા છે. તેમને નેશનલ એસેમ્બલીમાં 201 સાંસદોનું સમર્થન મળ્યું હતું. પાકિસ્તાની મીડિયા ‘ધ ડોન’ અનુસાર, 92 સાંસદોએ પીટીઆઈ સમર્થક ઉમેદવાર ઉમર અયુબને મત આપ્યો હતો. નેશનલ એસેમ્બલીના સ્પીકર અયાઝ સાદીકે પરિણામોની જાહેરાત કરી હતી.

વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ શાહબાઝ શરીફે નવાઝ અને તેમના તમામ સમર્થકોનો તેમના પર વિશ્વાસ કરવા બદલ આભાર માન્યો હતો. શાહબાઝે કહ્યું- જ્યારે મારા ભાઈ ત્રણ વખત વડાપ્રધાન તરીકે ચૂંટાયા ત્યારે દેશમાં જે વિકાસ થયો છે તે એક ઉદાહરણ છે. એમ કહેવું ખોટું નથી કે નવાઝ શરીફ જ છે, જેમણે પાકિસ્તાનનું નિર્માણ કર્યું. બીજી બાજુ દેશ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના બલિદાનને પણ ક્યારેય ભૂલી શકશે નહીં.

શાહબાઝે કહ્યું- PML-N અને સહયોગી પાર્ટી એક પાકિસ્તાની, મુસ્લિમ અને માણસાઈ તરીકે પોતાની ભૂમિકા ભજવશે.આ સંસદમાં પ્રતિભાશાળી લોકો બેઠા છે જેમાં પત્રકારો, બૌદ્ધિકો, રાજકારણીઓ અને ધાર્મિક નેતાઓનો સમાવેશ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.