
નિર્ભયા કેસઃ જેલમાં વિનયે દિવાલ સાથે માથુ અથડાવી પોતાની જાતને ઈજાગ્રસ્ત કરી.
નવી દિલ્હીઃ મૃત્યુદંડની સજા પામનાર દોષિત વિનયે તિહાર જેલમાં પોતાની જાતને ઈજાગ્રસ્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. તિહાર જેલના પ્રશાસનનું કહેવું છે કે નિર્ભયાના દોષિતો પૈકી એક વિનયે જેલમાં પોતાની જાતને ઈજાગ્રસ્ત કરવાનો પ્રયત્ન કર્યો હતો, આ ઘટનામાં તેને નજીવી ઈજા પહોંચી છે. મળેલી માહિતી પ્રમાણે વિનયે ૧૬ જાન્યુઆરીના રોજ વિનયે જેલની દિવાલ સાથે માથુ અથડાવ્યુ હતું જેને લીધે તેને માથાના ભાગ પર ઈજા પહોંચી છે. દરમિયાન વિનયના વકીલે કોર્ટ સમક્ષ એક અરજી કરી છે જેમાં વિનયની માનસિક સ્થિતિ સારી ન હોવાનું કહેવામાં આવ્યું છે.
બીજીબાજુ એડીશનલ સેશન જજ ધર્મેન્દર રાણાએ તિહાર જેલના સત્તાવાળાઓને વિનય કુમાર શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર શનિવાર સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
દોષિત વિનયને ફાંસીની સજામાંથી બચવાના તમામ વિકલ્પ પૂરા થઈ ગયા છે. સુપ્રીમ કોર્ટે વિનય શર્માની અરજીને નકારીને તેને ફાંસી આપવાનો માર્ગ મોકળો કર્યો છે, તેમા રાષ્ટ્રપતિ સમક્ષ કરવામાં આવેલી દયા અરજીને પણ નકારવાનો સમાવેશ થાય છે.
દરમિયાન વિનયે વકીલના માધ્યમથી પટિયાલા હાઉસ કોર્ટમાં એક નવી અરજી દાખલ કરી છે, જેમાં તેણે કહ્યું છે કે તે માનસિક રીતે બિમાર છે અને તેને ઉચ્ચ કક્ષાની સારવારની જરૂર છે. પટિયાલા હાઉસ કોર્ટમાં દાખલ અરજી પર હવે પછીની સુનાવણી શનિવારે બપોરે ૧૨ વાગે થશે.
વિનયના વકીલે કોર્ટમાં એક અરજી દાખલ કરી ગંભીર ખુલાસો કર્યો છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે વિનય શર્માના માથા પર ઈજા પહોંચી છે. તેના જમણા હાથમાં ફ્રેક્ચર છે. તેને માનસિક આઘાત પણ પહોંચ્યો છે. તેને સિઝોફ્રેનિયા (જીષ્ઠરૈર્ડpરિીહૈટ્ઠ)ની પણ વાત સામે આવી છે. કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે વિનયને માનસિક બિમારી છે અને તેને ઈલાજની વિશેષ જરૂર છે. તે લોકોને ઓળખી શકતો નથી અને તેની માતાને પણ ભૂલી ગયો છે. વિનયના વકીલ અગાઉ કોર્ટને કહી ચુક્યા છે કે માનસિક બિમાર હોવાથી તેને ફાંસી આપી શકાય નહીં.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફાંસીની સજા મેળવનાર દોષિતો ઘણી વખત હિંસક વર્તણૂક કરવા લાગે છે. આ સંજોગોમાં જો દોષિતને ઈજા પહોંચે તો તેની ફાંસીને થોડા સમય માટે ટાળી શકાય છે. જેલના અધિકારીઓનું કહેવું છે કે દોષિત જો ઈજાગ્રસ્ત થાય અથવા તેના વજનમાં ઘટાડો થાય તો તે ઠીક થાય ત્યાં સુધી ફાંસી ટાળી શકાય છે.
દિલ્હીની પટીયાલા હાઉસ કોર્ટે નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યાકાંડના ચારેય દોષિતોને ૩ માર્ચની સવારે છ વાગે ફાંસી આપવા માટે નવું ડેથ વોરન્ટ જારી કરવામાં આવ્યું છે. એડિશનલ સેશન જજ ધર્મેન્દ્ર રાણાએ ચારેય દોષિતો મુકેશ કુમાર સિંહ (૩૨), પવન ગુપ્તા (૨૫), વિનય કુમાર શર્મા (૨૬) અને અક્ષયકુમાર (૩૧)ને ફાંસી આપવા માટે આ ડેથ વોરન્ટ જારી કરવામાં આવ્યું છે.છેલ્લા ૭ વર્ષથી નિર્ભયાના દોષિતો માટે કેસ લડી રહેલા વકીલ એપી સિંહે અગાઉ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લખીને રાખો કે ૩,માર્ચના રોજ ફાંસી નહીં થાય.
નિર્ભયા સાથે દુષ્કર્મ કરતા પહેલા તમામ ૬ દોષિતો-રામ સિંહ, મુકેશ સિંહ, પવન ગુપ્તા, વિનય અને અક્ષયને ૨૦૧૫માં પટીયાલા હાઉસ કોર્ટે ૧૦ વર્ષની સજા સંભળાવી હતી. વકીલ એપી સિંહ બતાવે છે કે દિલ્હી હાઈકોર્ટમાં આ ચુકાદાને પડકારવામાં આવ્યો છે અને આ કેસ હજુ પણ પડતર છે. અને અત્યાર સુધી કેસને ઉકેલી ન શકાય ત્યા સુધી ફાંસી થઈ શકે નહીં.
કાયદાકીય માર્ગઃ શાં માટે ૩ માર્ચે દોષિતોને ફાંસી શક્ય નથી?
૧)ક્યુરેટિવ પિટીશનઃ ત્રણેય દોષિતઃમુકેશ, વિનય અને અક્ષયની ક્યુરેટીવ પિટીશન નકારવામાં આવી છે. પણ પવન પાસે હજુ પણ ક્યુરેટીવ પિટીશનનો વિકલ્પ છે.
૨) દયા અરજીઃ પવન પાસે દયા અરજીનો વિકલ્પ પણ છે. આ ઉપરાંત બંધારણ અંતર્ગત દોષિતો પાસે ફરી દયા અરજી માટે વિકલ્પ છે.
૩) દયા અરજીને પડકારઃ રાષ્ટ્રપતિ તરફથી દયા અરજી નકાર્યા બાદ તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી શકે છે.
૪) પ્રિઝન મેન્યુઅલઃ દિલ્હીના ૨૦૧૮નું પ્રિઝન મેન્યુઅલ કહે છે કે જ્યા સુધી દોષિત પાસે એક પણ કાયદાકીય વિકલ્પ બાકી હોય છે તેને ફાંસી આપી શકાય નહીં. જો તેની દયા અરજી નકારવામાં આવે તો પણ તેને ૧૪ દિવસનો સમય આપવો જોઈએ.