
દેશમાં 21 દિવસનું લોકડાઉન આગળ નહીં વધારાય : મોદી સરકારની સ્પષ્ટતા
કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી કે કોરોના વાયરસના લીધે આખા દેશમાં ચાલી રહેલ 21 દિવસનું લોકડાઉન આગળ વધશે નહીં. આપને જણાવી દઇએ કે એવી ચર્ચા હતી કે લોકડાઉન આગળ પણ વધી શકે છે. સરકારે આ અંગે સ્પષ્ટત કરી દીધી અને તેમની એવી કોઇ જ યોજના નથી.
કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાએ આજે સ્પષ્ટતા કરી કે સરકારની લોકડાઉન આગળ વધારવાની યોજના નથી. તેમણે કહ્યું કે હું લોકડાઉ વધારવાના રિપોર્ટ જોઇ ચોંકી રહ્યો છું. સરકારની આવી કોઇ યોજના નથી.
ભારતમાં કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાને જોતા એવા રિપોર્ટ આવી રહ્યા હતા કે સરકાર લોકડાઉન વધારવા પર વિચાર કરી શકે છે. જો કે સરકારના સ્પષ્ટીકરણ બાદ લોકડાઉન પર સંશય ખત્મ થઇ ચૂકયો છે. ભારતમાં કોરોનાના અત્યાર સુધી 1024 દર્દી સામે આવ્યા છે જ્યારે 27 લોકોના આ ઘાતક બીમારીથી મોત થયા છે.