દેશમાં કોરોનાના ૩,૬૭૮ કેસઃ સતત બીજા દિવસે ૫૬૦થી વધુ રિપોર્ટ પોઝિટિવ આવ્યા
દેશના સ્વાસ્થ્ય વિભાગના આંકડાઓના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ૩૬૭૮ પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યા છે. તેમાંથી ૧૦૨૩ કેસ તબલીઘ જમાત સાથે જોડાયેલા છે. બીજી તરફ દેશમાં કોરોનાવાઈરસના સંક્રમણના શનિવારે ૫૦૦થી વધુ નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. તેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૧૪૫ કેસ છે. અહીં શનિવારે ૬ લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા ૩ હજાર ૬૭૮ થઈ ગઈ છે. આ આંકડા ર્ષ્ઠvૈઙ્ઘ૧૯ૈહઙ્ઘૈટ્ઠ.ર્ખ્તિ વેબસાઈટ મુજબ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૫૨૫ દર્દીઓ વધ્યા છે. આ આંકડો એક દિવસમાં સૌથી વધુ છે. હવે કુલ સંક્રમિતોની સંખ્યા ૩૦૭૨ થઈ છે. તેમાંથી ૨૧૩ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘર જઈ ચુક્યા છે. જ્યારે ૭૫ દર્દીઓના મોત થઈ ચુક્યા છે.