દુનિયા બચાવવા ચીને આપી દીધી એક આખા પ્રદેશની કુરબાની, ૬ કરોડ લોકો મોતનાં મૂખમાં
મ્યૂઝિશિયન ઝાંગ યારૂનાં દાદીએ સોમવારનાં દમ તોડી દીધો. તેઓ કોમામાં હતા. હૉસ્પિટલે તેમની સારવાર કરવાની ના કહી દીધી. જૉન ચેન કૉલેજ ગ્રેજ્યુએટ છે. તેમની માતા કોરોના વાયરસથી ચેપગ્રસ્ત છે. તે એટલી કમજોર થઈ ગઈ છે કે હૉસ્પિટલમાં સારવાર માટે લાઇનમાં ઉભી નથી રહી શકતી. ૩૦ વર્ષનો એક ડૉક્ટર ખુદ શ્વાસ ગણી રહ્યો છે. આ હ્રદય ધ્રુજાવી દેનારી વાત હુબેઈની છે. ચીનનો એક વિસ્તાર જેની વસ્તી ૬ કરોડ છે. ચીનની સરકારે હવે આને એની કિસ્મત પર છોડી દીધો છે. કોરોના વાયરસથી મરનારા ૯૭ ટકા લોકો અહીંનાં છે.
મીડિયામાં ચર્ચા વુહાનની છે. ઉલ્લેખનીય છે કે હુબેઈની રાજધાની વુહાન છે. આખા ચીનમાં આ વાયરસથી ચેપગ્રસ્ત જેટલા લોકો છે તેના ૬૭ ટકા હુબેઈમાં છે. મરનારાઓની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. લોકલ હેલ્થ સિસ્ટમની સ્થિતિ ખરાબ થઈ ચુકી છે. દર્દીઓ એટલા છે કે હૉસ્પિટલમાં પગ રાખવાની પણ જગ્યા નથી. કોરોના વાયરસનાં રહસ્યમય વાયરસે સૌથી પહેલા અહીં જ દેખા દીધી હતી. ૨૩ જાન્યુઆરીનાં ચીનની સરકારે આખા હુબેઈ પ્રાંતને એકલો-અટુલો કરી દીધો.
ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે કડક નિર્દેશો આપ્યા છે. તે પ્રમાણે હુબેઈથી કોઈપણ બહાર નથી જઇ શકતુ. ઉદ્દેશ છે વાયરસને ફેલાતા રોકવો જેથી આખી દુનિયાને બચાવી શકાય. વુહાનનાં પૂર્વ ડેપ્યૂટી ડાયરેક્ટર જનરલ યાંગ ગાંગહુન કહે છે કે જો આખા રાજ્યની ઘેરાબંધી ના કરવામાં આવી તો બીમાર લોકો સારવારનાં ચક્કરમાં ગમે ત્યાં જઇ શકે છે. આનાથી આખું ચીન જીવલેણ વાયરસની પકડમાં આવી શકે છે. આનાથી લોકોનું જીવવું મુશ્કેલ થઈ ચુક્યું છે. સમજો કે આ બધુ યુદ્ધ લડવા જેવું છે.
વુહાનમાં એક કરોડથી વધારે લોકો રહે છે. વિકાસની દ્રષ્ટીએ આ શાંઘાઈ, બેઇજિંગ અને ગુઆંગઝાઉથી પાછળ છે. જ્યારે વાયરસ ફેલાવાનો શરૂ થયો તો કેટલાક દિવસ સુધી કોઈને આનો અંદાજો નહોતો. આ કારણે આ ઝડપથી ફેલાયો. ડિસેમ્બરમાં લાગ્યું કે વુહાનનાં ફૂડ માર્કેટથી આ ફેલાયો છે. ડૉક્ટરોએ જણાવ્યું કે જાનવરોમાંથી આ વાયરસ મનુષ્યોમાં આવ્યો. જાન્યુઆરી સુધી સરકારે સાર્વજનિક સમારંભ કેન્સલ કર્યા નહીં. આનાથી પ્રકોપ વધતો ગયો. ચીનમાં લૂનર ન્યૂ યર બાદ હકીકત સામે આવી. ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતુ.
આ પહેલા ઈબોલાથી ગ્રસ્ત લાઇબેરિયાનાં એક વિસ્તારને દુનિયાથી અલગ કરી દેવામાં આવ્યો હતો. આ વાત ૨૦૧૪ની છે. ત્યારે ત્યાં દંગા ફેલાયા હતા. પેકિંગ લૉ સ્કૂલનાં પ્રોફેસર ઝાંગ ક્યાનફાનનું કહેવું છે કે લોકલડાઉનનો મતલબ એ ના થાય કે લોકોને મરવા માટે છોડી દેવામાં આવે. ત્યાં દવાઓની ઉણપ ના થવા દેવી જોઇએ. સરકારનાં ૮ હજાર મેડિકલ વર્કર હુબેઈમાં કામ કરી રહ્યા છે.