
દિલ્હી AAP : કાઉન્સિલરના ઘરની છત પરથી પેટ્રોલ બોમ્બ દેખાય.
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના નેહરૂ વિહારના કાઉન્સિલર તાહિર હુસૈન પર કરાવલ નગરમાં હિંસા ભડકાવવાના આરોપ લાગી રહ્યા છે. ઇન્ટેલિજન્સ બ્યૂરોના કોન્સ્ટેબલ અંકિત શર્માના ભાઇ-પિતા સિવાય ભાજપના નેતા કપિલ મિશ્રાએ પણ તાહિર પર જ અંકિતની હત્યાના આોપ લગાવ્યા છે. સોશિયલ મીડિયા પર તાહિરના ઘરની છતના અમુક વીડિયો અને ફોટો વાયરલ થયા છે. છત પર ખૂબ મોટા પ્રમાણમાં પથ્થર, એસિડ અને પેટ્રોલ બોમ્બની બોટલ અને ગુલેલ દેખાય છે.મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દિલ્હી પોલીસે તાહિરને પૂછપરછ માટે બોલાવ્યો છે. જોકે તે બુધવારથી જ લાપતા છે. તેણે એક વીડિયો જાહેર કરીને તમામ આરોપ નકાર્યા છે.
બુધવારે બપોરે અંકિતનો મૃતદેહ ચાંદબાગ વિસ્તારના એક ગટરના નાળામાંથી મળ્યો હતો. અંકિતના પિતા રવિન્દ્ર શર્મા પણ IBમાં અધિકારી છે. અંકિતના પિતા અને ભાઇ બન્નેએ હત્યાનો આરોપ તાહિર પર લગાવ્યો છે. ગુરૂવારે ભાજપના નેતા કપિલ મિશ્રાએ ન્યૂઝ એજન્સી એએનઆઇને જણાવ્યું કે તાહિર દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ સાથે લગાતાર સંપર્કમાં છે. એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં તાહિરે પોતાને નિર્દોષ જાહેર કરતા કહ્યું કે તેના ઘર પર અમુક લોકોએ કબ્જો કરી લીધો હતો.
તાહિરનું ઘર પાંચ માળનું છે. આસપાસના મોટાભાગના ઘરોમાં સળગવાના ચિહ્ન મોજૂદ છે. પરંતુ હુસેનનું ઘર સલામત છે. તેના અમુક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. તેમાં તે હાથમાં ડંડા લઇને ઘણા લોકો સાથે ઘરની છત પર દેખાય છે. ઘણી ટીવી ચેનલોએ તાહિરના મકાનની છત પર મોજૂદ પથ્થરના ઢગલા, એસિડ-પેટ્રોલ બોમ્બની બોટલ અને ગુલેલ દેખાડી છે. અહીં પોલીસ પણ ઉપસ્થિત હતી.
અંકિત શર્માની હત્યાના મામલા અંગે તે વિસ્તારમાં રહેતા લોકોનું કહેવું છે કે આઠ-દસ લોકો અંકિતના હાથ-પગ પકડીને ઉઠાવીને લઇ ગયા હતા. તેને એક ઇમારતની અંદર લઇ ગયા હતા. ત્યાં તેની હત્યા કરીને બાદમાં મૃતદેહને નાળામાં ફેંકી દીધો હતો. તે સમય સુધી અંકિત સાથે ઉપસ્થિત રહેનારા ત્રણ અન્ય યુવક પણ લાપતા છે. જાણકારી પ્રમાણે અમુક મહિલાઓએ અંકિતના મૃતદેહને નાળામાં ફેંકાતો જોયો હતો. બુધવારે જ્યારે આ વાત ફેલાઇ ત્યારે જ એ નાળુ ચેક કરવામાં આવ્યું હતું. તેમાંથી અંકિતનો મૃતદેહ મળ્યો હતો. અંકિતના શરીર પર ઇજાની નિશાનીઓ યાતનાની કહાણી બયાં કરે છે.